ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 માર્ચ 2021
એક તરફ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ ઓછા દબાણનો નો પટ્ટો સર્જાતાં આગામી ચાર દિવસ પછી મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાશે. આ ઉપરાંત અનેક વિસ્તારમાં વરસાદ તેમજ કરા પણ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 18, 19, 20 તેમજ 21 માર્ચ દરમિયાન દક્ષિણ કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ કોંકણના રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા છે. ધુળે, નંદુરબાર, જલગાવ, નાસિક, અમરનગર, સાંગલી, સતારા અને સોલાપુરમાં પણ વરસાદ પડી શકે છે.
