Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર ઉકળતી ભઠ્ઠીમાં ફેરવાયુઃ આગામી ચાર દિવસ ગરમીનું મોજું ફરી વળશે, વિદર્ભમાં 45.8 પર પહોંચ્યો પારો જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્ર ઉકળતી ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. હજી તો મે મહિનાની આકરી ગરમી બાકી છે ત્યારે ભારતીય હવામાન ખાતાએ(Indian Meteorological Department) મહારાષ્ટ્ર માટે  આગામી ચાર દિવસ માટે યલો-ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે. ચાર દિવસ ગરમીનું મોજું ફરી વળવાનું હોઈ અગત્યનું કામ હોય તો તડકામાં ઘરની બહાર નીકળવાની સલાહ પણ આપી છે. 

Join Our WhatsApp Channel

હાલ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યું છે. રાજ્યના અમુક વિસ્તાર ઉકળતી ભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે, તો અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ(Unseasonal rain) પડી રહ્યો છે. મહાબળેશ્વર(Mahabaleshwar) અને માથેરાન(Matheran) જેવા હિલ સ્ટેશનો(Hills station) પણ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  લાઉડ સ્પીકર સંદર્ભે હવે બરાબરનું રાજકરણ જામ્યું. રામદાસ આઠવલેની જાહેરાત.. જો એકેય મસ્જિદ પરથી ભૂંગળા ઉતાર્યા તો મારા કાર્યકર્તા સામા આવશે. જાણો વિગતે.

હવામાન ખાતાએ આગામી ચાર દિવસ એટલે કે 30 એપ્રિલ, પહેલી મે, બીજી મે અને ત્રીજી મેના વિદર્ભના પાંચ જિલ્લામાં હીટ વેવ એટલે કે ગરમીનું મોજું ફરી વળવાની ચેતવણી આપી છે. તેમ જ આ જિલ્લા માટે યલો-ઓરેન્જ એલર્ટ(Yellow orange alert) પણ જાહેર કર્યું છે. ગુરુવારે સમગ્ર રાજ્યમાં સૌથી  ઉંચુ તાપમાન વિદર્ભના ચંદ્રપુર 45.8 ડિગ્રી નોંધાયું હતું.

આ દરમિયાન મુંબઈમાં પણ આગામી 48 કલાક તાપમાનનો પારો 36થી 38 ડિગ્રીની આસપાસ રહે એવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

 

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version