Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈનો વરતારો: રવિ-સોમવારે ભારેથી અતિભારે વરસાદ પડશે.. બે જળાશયો છલકાવાની સંભાવના..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

15 ઓગસ્ટ 2020 

હવામાન ખાતા દ્વારા રવિવાર અને સોમવારે મુંબઈ, થાણે અને પાલઘર માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. 'ઓરેન્જ એલર્ટ'નો મતલબ થાય છે ભારેથી અતિભારે વરસાદની આગાહી.. જ્યારે આગળનાં સપ્તાહ દરમિયાન છુટાછવાયા સ્થળે વરસાદ ને લઈ 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. 

સામી બાજુ મુંબઈને પાણી પૂરું પાડતા બે જળાશયો તાનસ, મોડકસાગર છલકાવાની તૈયારીમાં હોવાથી હાઇ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાની ચેતવણી બાદ પાલિકા, પોલીસ અને  પ્રશાસનને સતર્ક કરી દેવાયું છે. નીચલા ભાગમાં રહેતા 75 ગામના લોકોને પણ સાવધ રહેવાની સૂચના આપી દેવાઇ છે.. 

આગામી રવિવાર અને સોમવારે ભારેથી અતિભારે વરસાદ આવવાનું કારણ છે બંગાળના ઉપસાગરના વાયવ્યે આવેલા ઉત્તર ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના કિનારે હવાના હલકા દબાણ નો પટ્ટો સર્જાવો. આ પટ્ટો ધીમે ધીમે કોંકણ કિનારે, ઘાટ વિસ્તારોમાં અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવવાનું કારણ બનશે, એમ વેધશાળાના અધિકારીઓ એ જણાવ્યું છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version