Site icon

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ- હવામાન ખાતાએ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ- તો મુંબઈ માટે જાહેર કરાઈ આ ચેતવણી

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં અનેક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન હવામાન ખાતાએ આગાહી કરી છે કે આવતા ચાર દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં રસતરબોળ વરસાદ વરસે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રના સાત(૭) જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે ૧૫ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : પડતા પર પાટુ- દૂધ-દહીં- અનાજ કરિયાણા પર પણ GST- સરકારના સૂચન સામે વેપારી આલમનો વિરોધ- નાગરિકોને પડશે આર્થિક ફટકો

હવામાન ખાતા દ્વારા રાજ્યમાં આજે રત્નાગીરી, કોલ્હાપુર તથા ગઢચિરોલીમાં અને આજથી 14 જુલાઈ સુધી રાયગઢ, નાશિક અને પુણેમાં રેડ એલર્ટ જારી કરાયો છે. આ દિવસોમાં આ તમામ સ્થળોએ રસતરબોળ વરસાદ વરસે તેવી શક્યતા છે. તો વળી બાકીના દિવસોમાં મુંબઈ, થાણે, સિંધુદુર્ગ, ચંદ્રપુર,  નાગપુર, અમરાવતી,અકોલા, ઔરંગાબાદ, જાલના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયો છે. 

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version