Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈવાસીઓ 48 કલાક માટે ભારે વરસાદ ખમવા તૈયાર રહો.. ઓરેન્જ એલર્ટ જારી કરાયું..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

15 જુલાઈ 2020

હવામાન વિભાગે 16 જુલાઈ સુધી મુંબઈ શહેરમાં ભારે વરસાદનો વરતારો કર્યો છે. એટલે કે હવે 48 કલાક સુધી મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદ ચાલુ જ રહેશે. જો કે રવિવારની તુલનાએ વરસાદ થોડો ઓછો હશે પરંતુ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરી દેવાયું છે. હવામાન વિભાગ એ આગાહી કરી છે કે મુંબઇની સાથે જ થાણે અને રાયગઢના ભાગોમાં ભારેથી-અતિ ભારે વરસાદની આગાહી છે.

આઇએમડી દ્વારા રાજ્યના 15 થી વધુ જિલ્લાઓ માટે ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં કોલ્હાપુર, પુના, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, સાતારા, સાંગલી, સોલાપુર, પરભણી, બીડ, હિંગોલી, નાંદેડ, લાતુર અને ઉસ્માનબાદનો સમાવેશ થાય છે.

આઇએમડી કોલાબા અને સાન્તાક્રુઝ વેધશાળાઓએ શનિવારે સવારે 8.30 થી 8.30 વાગ્યા દરમિયાન 0.2 મીમી અને 4.9 મીમીનો વરસાદ નોંધ્યો હતો. જ્યારે  કોલાબા અને સાન્તાક્રુઝ વેધશાળાઓમાં નોંધાયા મુજબ આ સિઝનમાં કુલ વરસાદ એક હજાર મીમીનો આંકડો પાર કરી ગયો છે..

મુંબઈમાં આજે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સે. રહેશે. શહેરમાં અને ઉપનગરોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ જોવા મળશે સાથે જ ભેજવાળુ હવામાન રહેશે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Maharashtra Weather Update શહેરોમાં પ્રદૂષણનું જોખમ વધ્યું મુંબઈ અને પૂણેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૦૦ ને પાર, નાગપુરની હવા પણ ઝેરી બની
Diveagar Beach Drowning Tragedy દિવેઆગર બીચ પર 8 વિદ્યાર્થીઓના ડૂબવાથી મોતના મામલે તપાસના આદેશ CM દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી CM સુનેત્રા પવારે વ્યક્ત કર્યો ઊંડો શોક
Samruddhi Expressway Road Accident સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત 7 ભક્તોના કમકમાટીભર્યા મોત, 19 ઘાયલ, શેગાંવથી દુર્ગા માતાની મૂર્તિ લઈને પરત ફરતી વખતે સર્જાયો બનાવ
Central Railway Ticket Checking Drive કન્ફર્મ ટિકિટ છતાં ટીટીઈ પકડશે! રેલવેમાં મુસાફરી પહેલાં આ નિયમ જાણી લો, નહીં તો ખિસ્સું ખાલી થશે
Exit mobile version