Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી, રાજ્યમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી… જાણો વિગતે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

20 ઓક્ટોબર 2020 

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે, તેમજ રાજ્યના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલજ કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને ઘણું નુકશાન થયું છે ત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

 

નોંધનીય છે કે અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હોવાથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને નુકસાન થયુ છે. જેથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 20 મી તારીખે, સૌરાષ્ટ્ર, ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 21 અને 22 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version