ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 જુલાઈ 2020
MSME – લઘુ, નાના, મધ્યમ કદના વ્યસાયો માટે રૂપાણી સરકારના વિશેષ પ્રયાસોની અસર રંગ લાવી છે, સમગ્ર દેશમાં ગુજરાતની સૌથી વધુ લોન એપ્લિકેશન મંજૂર થઈ છે. દેશમાં ઉદ્યોગ ધંધાને ફરીથી વેગવંતા કરવા માટે મોદી સરકારે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. જેમાં અલગ-અલગ સેક્ટર માટે અલગ અલગ ફાળવણીઓ કરાઈ છે. કોરોનાનો માર ઝીલી રહેલાં ઉદ્યોગોમાંથી મોદી સરકારના "આત્મનિર્ભર ભારત" પેકેજનો મહત્તમ લાભ ગુજરાતને મળે તે માટે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ ગુજરાતમાંથી 1.63 લાખ અરજી આવી છે. જેમાંથી 1.62 લાખ MSME એકમોની લોન-સહાય એપ્લિકેશન મંજૂર કરાઈ છે. અત્યાર સુધીમાં કુલ 1.62 લાખ એપ્લિકેશન હેઠળ 8,886 કરોડની રૂપિયાની લોન સહાય મંજૂર થઈ ચૂકી છે.
MSME માં ઓછું રોકાણ, ઑપરેશનલ ફ્લૅક્સિબિલિટી અને અનુકૂળ ટેકનૉલૉજી વિકસિત કરવાની ક્ષમતાને કારણે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ભારતની વાત કરીએ તો માઇક્રો, લઘુ અને મધ્યમ એકમો પાસે દેશને નવી દિશા તરફ આગળ ધપાવવાની શક્તિ છે. 90 % રોજગાર આ ક્ષેત્રમાંથી આવે છે. આથી જ સરકારે તેમને પ્રાથમિકતા આપી છે.
મોરબીમાં પત્રકારોને સંબોધતા ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતના 95 ટકા ઉદ્યોગો MSME સેક્ટરમાં આવી જાય છે. અને સમગ્ર દેશમાં લોન મંજૂર કરાવવામાં ગુજરાત પ્રથમ નંબરે છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com