Site icon News Continuous Bureau | Mumbai

દુકાનોના નામના પાટિયાના લઈને આ પ્રધાને આપી ચેતવણી, કહ્યું- મુદતમાં નામ બદલો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહેજો.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત રાજયમાં દુકાનો તથા એસ્ટાબ્લિશમેન્ટના નામના પાટિયા મરાઠી(Maharashtra shop name board)માં કરવા માટે એક મહિનાની મુદત આપવામાં આવી છે. આ મુદતમાં દુકાનોના નામ નહીં બદલ્યા તો તેમની સામે આકરાં પગલા લેવામાં આવશે એવી ચેતવણી મહારાષ્ટ્રના મરાઠી ભાષા પ્રધાન સુભાષ દેસાઈ(Maharashtra minister Subhash Desai)એ આપી છે.

Join Our WhatsApp Channel

મરાઠી ભાષા વિભાગે મહત્વના કાયદા વિધમંડળમાં મંજૂર કરીને લીધા છે અને તે કાયદાના અમલબજવણી માટે ધ્યાન આપવાની શરૂઆત કરી છે. જે હેઠળ દુકાન અને એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠીમાં કરવા માટે તમામ દુકાનદારોને અપીલ કરવામાં આવી છે, તે માટે સ્વયંસેવી સંસ્થાની મદદ લેવામાં આવી હોવાનું સુભાષ દેસાઈએ કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટના એક ચુકાદાએ વ્યક્તિને કરોડપતિ બનાવ્યો, નોઈડાના ગામના વ્યક્તિને આખરે ૨૫ વર્ષ બાદ જમીનનું વળતર મળ્યું; જાણો શું છે સમગ્ર મામલો 

અગાઉ નિયમ સ્પષ્ટ ન હોવાથી દુકાનદારો(Shopkeepers) તેનો ફાયદો લેતા હતા. પરંતુ હવે  વિધિમંડળમાં કાયદો કરવાથી મરાઠી ભાષામાં બોર્ડ કરવાનો નિયમ થઈ ગયો છે. મરાઠીમાં પાટિયા લગાડવાના નિયમની અમલબજવણી કરવાની જવાબદારી મહાનગરપાલિકા અને નગરપાલિકાને સોંપવામાં આવી છે. મરાઠીમાં બોર્ડ લગાડવા માટે દુકાનદારોન સમય આપવામાં આવ્યો છે. જો આપેલી મુદત માં નામ નહીં બદલ્યા તો તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવી ચોખવટ પણ સુભાષ દેસાઈએ કરી હતી.

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version