Site icon

કોરોનાનું વરવું સ્વરૂપ. ગુજરાતમાં એક સપ્તાહમાં પોઝિટીવિટી રેટ ૪ ગણો વધ્યો.

India Records 10,753 Fresh Covid Cases, 27 Deaths

દેશમાં કોરોના ફરી ઘાતક બન્યો, એક જ દિવસમાં મહામારીના કારણે આટલા બધા દર્દીઓના નિપજ્યા મોત, પોઝિટીવીટી રેટ વધીને 6.78% થયો.. જાણો આજના લેટેસ્ટ આંકડા..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,13 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરુવાર.

રાજ્યમાં કોરોના સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે જેના કારણે માત્ર ૭ દિવસમાં જ કોરોના પોઝિટિવિટી રેટ ૨.૪૦ ટકાથી ચાર ગણો વધીને ૮.૩૧ ટકાએ પહોંચી ગયો છે. જાન્યુઆરીની શરૂઆતથી જ સંક્રમણમાં ભારે વધારો જોવા મળ્યો છે. સરકાર દ્વારા ટેસ્ટની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરાયો નહીં હોવા છતાં પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં ૪ જાન્યુઆરીએ ૭૨,૯૧૮ ટેસ્ટ થયા હતા જેની સામે ૨૨૬૫ પોઝિટિવ કેસ આવ્યા હતા અને એ દિવસે પોઝિટિવ રેટ ૨.૪૦ ટકા નોંધાયો હતો. આ ટેસ્ટમાં ઘટાડો કરીને ૮મી જાન્યુઆરીએ ૬૭,૯૬૪ ટેસ્ટ કરાયા હતા જેની સામે ૫૬૭૭ કેસ નોંધાયા હતા અનેપોઝિટિવ રેટ ૮.૩૫ ટકા થઇ ગયો હતો. ૯મી જાન્યુઆરીએ ટેસ્ટ વધારીને ૯૧૧૬૭ કરાયા હતા જેની સામે ૬૨૭૫ કેસ મળતા પોઝિટિવ રેટમાં ઘટાડો થઇને ૬.૮૮ ટકા થયો હતો પરંતુ ૯મીની સરખામણીએ ૧૦મી જાન્યુઆરીએ ૧૭,૭૮૯ ટેસ્ટ ઓછા કરાયા હતા. ૧૦મીએ કુલ ૭૩૩૭૮ ટેસ્ટ કરાયા હતા જેની સામે ૬૦૯૭ પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવ રેટ માં પોણા બે ટકા જેટલો વધારો થયો હતો. ૪થી ૧૦ જાન્યુઆરી સુધીમાં ટેસ્ટમાં નોંધપાત્ર વધારો નહીં થવા છતાં એક્ટીવ કેસ ૭૮૮૧થી વધીને ૩૨,૪૬૯ સુધી પહોંચી ગયા છે. 

સેલ્ફ કોરોના ટેસ્ટ કિટ મુંબઈગરાને ભારે પડશે. સેલ્ફ ટેસ્ટ કિટથી ટેસ્ટ કરનારાઓની BMC પાસે કોઈ નોંધ નથી; જાણો વિગત

આ સાત દિવસમાં મહત્તમ ૯૧,૧૬૭ ટેસ્ટ અને ઓછામાં ઓછા ૬૭૯૬૪ ટેસ્ટ થયા હતા. રાજ્યમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોને ૩ જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત કરાઇ હતી. અત્યાર સુધીમાં ૫૪.૩ ટકા એટલે કે ૧૯.૩૦ લાખ બાળકોને રસીકરણમાં આવરી લેવામાં આવ્યા છે હવે ૧૬.૨૭ લાખ બાળકો બાકી રહ્યા છે. જ્યારે પ્રિકોશન ડોઝની પાત્રતા ધરાવતા ૧૫.૧ ટકા એલે કે ૧.૫૮ લાખ લોકોને એક જ દિવસમાં પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યના કુલ ૨૪૮ તાલુકા પૈકી ૭૦ તાલુકામાં ૯૦ ટકાથી ઓછું રસીકરણ થયું છે જેમાં પાટણના ૯, સુરેન્દ્રનગરના ૭ અને છોટાઉદેપુરના ૬ તાલુકાનો સમાવેશ થાય છે. રાજ્યમાં કોવીશીલ્ડના ૩૪.૮૨ લાખ અને કોવેક્સિનના ૧૨.૫૩ લાખ ડોઝ છે. રાજ્યમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ ન લીધો હોય તેવા ૧૫.૩૩ લાખ લોકો અને બીજાે ડોઝ ન લીધો હોય તેવા ૨૬ લાખ લોકો છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૯.૫૩ લાખ લોકોએ બીજાે ડોઝ લીધો નથી. પ્રથમ ડોઝમાં અમદાવાદ જિલ્લો ૧૧૩.૪%થી રાજ્યમાં પ્રથમ છે જ્યારે કોર્પોરેશનમાં ગાંધીનગર ૧૩૧.૫% સાથે મોખરે છે.

 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version