Site icon News Continuous Bureau

ગુજરાતમાં લાંબા સમયથી ‘સી.એમ ઈન વેઈટિંગ’ એવા આ વ્યક્તિ બની શકે છે મુખ્યમંત્રી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવારગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ હવે અટકળો તેજ થઈ રહી છે કે  ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે? આવા સમયે એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે હાલ ગુજરાતના ઉપ મુખ્યમંત્રી એવા નીતિન પટેલ નવા મુખ્યમંત્રી બની શકે છે.
ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે. આવા સમયે પાટીદાર ફેક્ટરને ખાળવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ મોટું પગલું ઉચક્યું છે. જો કે ડાર્ક હોર્સ તરીકે સી આર પાટીલ, પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા ના નામ પણ ચર્ચામાં છે.

સૌથી મોટા સમાચાર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું.

Join Our WhatsApp Community

એવું માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી પદની રેસમાં નીતિન પટેલ સૌથી આગળ છે જ્યારે કે અન્ય ત્રણ નેતાઓના નામ પણ ચર્ચામાં છે.
ભારતીય જનતા પાર્ટી એવો પક્ષ છે જે સરપ્રાઈઝ આપવામાં મોખરે છે. આથી ભાજપ હવે કયું કાર્ડ રમે છે તે જોવાનું દિલચસ્પ રહેશે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version