Site icon

શૉકિંગ! મહારાષ્ટ્રમાં એક મહિનામાં જ બાળકોમાં કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ વધીને આટલા ટકા થઈ ગયું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટ્રમાં બાળકોમાં કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ મહિનાભરમાં ચાર ટકા વધી ગયું હોવાની ચોંકાવાનારી વિગત બહાર આવી છે. જેમાં જુલાઈ સુધીમાં  10 વર્ષથી નીચેનાં 2 લાખ 18 તો  11 વર્ષથી ઉપરની ઉંમરના 4 લાખ 63 હજાર બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં દર્દીની સંખ્યામાં વધારો જણાયો છે. 6 સપ્ટેમ્બરના આંકડા મુજબ 10 વર્ષથી નીચેનાં 6,738 બાળકોને નવેસરથી ચેપ લાગ્યો હોઈ અસરગ્રસ્ત બાળકોની સંખ્યામાં 3.36 ટકાનો વધારો થયો છે. 11 વર્ષથી ઉપરનાં બાળકોમાં પણ કોરોનાનું જોખમ વધી ગયું છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં આ એજ ગ્રુપના 18,413 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એટલે કે અસરગ્રસ્ત બાળકોમાં ચાર ટકા વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધી 20 વર્ષથી નીચેનાં 6,88,218 બાળકોને ચેપ લાગ્યો છે. ગયા મહિનામાં કુલ 25,151 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 11થી 20 વર્ષની વયનાં બાળકોની સંખ્યા બે કરોડ 16 લાખ છે. તેમાંથી અત્યાર સુધી 4,81,462 લોકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. આ એજ ગ્રુપમાં ચેપ લાગવાનું પ્રમાણ  2.23 ટકા છે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version