Site icon

કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી, મહારાષ્ટ્રમાં 60 પરિવારો ખેતીને કારણે કરોડપતિ બન્યા. જાણો શી રીતે કરોડપતિ બન્યા.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
24 ઓક્ટોબર 2020 
ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં, જ્યાં એક તરફ ખેડુતો આત્મહત્યા કરે છે, તો બીજી તરફ કેટલાક ખેડુતો અત્યાધુનિક ખેતી પદ્ધતિ અને સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીને કરોડપતિ બન્યા છે. આજે અહીં એવા ગામ વિશે વાત કરવી છે જ્યાં ઓર્ગેનિક ખેતી કરીને ખેડૂત કરોડપતિ બન્યા છે. મહારાષ્ટ્રની ગણના દુષ્કાળગ્રસ્ત રાજ્યમાં થઈ શકે છે, પરંતુ એક ગામ એવું પણ છે જ્યાં લોકોએ પોતાનું નસીબ બદલી નાંખ્યું છે. અહીંની વસ્તી 300 થી વધુ લોકોની છે, જેમાં 80 થી વધુ લોકો કરોડપતિ છે. 

Join Our WhatsApp Community

દર વર્ષે દુષ્કાળ, આર્થિક સંકડામણ અને કુદરતી આફતોના કારણે મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના સેંકડો ખેડૂત આત્મહત્યા કરે છે. પરંતુ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું હિવરે બજાર ગામ આ બધાથી અલગ છે. અહીંના ખેડુતો આત્મહત્યા નથી કરતા પરંતુ સારી અને અદ્યતન ખેતી કરીને કરોડપતિ બને છે. કરોડપતિઓના ગામ તરીકે જાણીતા હિવરે બજાર ગામના ખેડૂતોની સફળતા પાછળ એક રસિક કિસ્સો પણ છે.
હકીકતમાં, 1990 માં, અહીંના 90 ટકા પરિવારો ગરીબ હતા. હિવરે બજાર ગામ 80-90 ના દાયકામાં તીવ્ર દુષ્કાળ સાથે સંઘર્ષ કરી રહ્યું હતું. ગામમાં ફક્ત 93 કૂવા હતા. પીવા માટે પાણી બાકી નહોતું. કેટલાક લોકો તેમના પરિવાર સાથે અન્યત્ર સ્થળાંતર થયા હતા. પાણીનું સ્તર પણ નીચેથી 82-110 ફુટ સુધી પહોંચી ગયું હતું. ત્યારબાદ લોકોએ પોતાને બચાવવા માટે કવાયત શરૂ કરી. આ જિલ્લો 1992 માં સંયુક્ત વન વ્યવસ્થાપન કાર્યક્રમ હેઠળ લાવવામાં આવ્યો. 1993 માં, જિલ્લા સામાજિક વનીકરણ વિભાગે ગામના જંગલના સંપૂર્ણ રીતે બંજર 70 હેક્ટર જમીન  અને ગામના કુવાઓનું પુનર્જીવન કરવામાં મદદ કરી. શ્રમ દાનથી પંચાયતે વરસાદી પાણીના બચાવ અને ભૂગર્ભજળને રિચાર્જ કરવા માટે ટેકરીઓની આજુબાજુમાં 40,000 ખાડાઓ બનાવ્યા. ગામલોકોએ વૃક્ષારોપણ અને વન પુનર્જીવનની પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. આમ ગામની ભૂગર્ભ જળનું સ્તર વધારી આજે ગામના લોકો કાંદા, શાકભાજી, ફુલોની ખેતી કરી લાખોની કમાણી કરી રહયાં છે..

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version