Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની જેમ નવરાત્રીની ઉજવણી પણ ખૂબ સાદાઈથી થશે.. સરકારની ગાઈડલાઈનની રાહ જોવાઈ રહી છે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

10 સપ્ટેમ્બર 2020

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાને લીધે આ વર્ષે ગણેશોત્સવ ખૂબ જ સરળ રીતે ઉજવવામાં આવ્યો. ગણેશોત્સવને પગલે મુંબઇના ઘણા મોટા વ્યાવસાયિક નવરાત્રી મંડળોએ સાદાઈ અને સરળતાથી નવરાત્રી ઉજવવાનું નક્કી કર્યું છે. આ વર્ષે પાસ વેંચ્યા વિના ઉત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. 

નોંધનીય છે કે, ઘણા નવરાત્રી મંડળોએ તો  વાર્ષિક દાંડિયા રાસ રદ કરવાનો નિર્ણય લીધો છે. તળ મુંબઈ સહિતના પરામાં દર વર્ષે નવરાત્રી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. જો કે , આ વર્ષે, કોરોનાને કારણે નિયમોનું જે માળખું તૈયાર કરવામાં આવ્યું છે તેનું ગંભીરતા પૂર્વક પાલન કરવાનું રહેશે અને ખેલૈયાઓ પાસે પાલન કરાવવાનું પણ રહેશે.

# સરકારી ગાઈડલાઈનની રાહ જોવાઈ રહી છે.– 

આ વર્ષે અધિક માસ હોવાથી નવરાત્રી માટે એક મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે. તેથી, તહેવાર માટેના નિયમોની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી. પરિણામે, ઘણા કમર્શિયલ નવરાત્રી મંડળોએ તેમના નિર્ણયની જાહેરાત કરી નથી. તેમનું કહેવું છે કે તહેવાર અંગેના નિયમો જાહેર થયા પછી જ અમે ઉત્સવ અંગે અંતિમ નિર્ણય લઈશું.

Tukaram Mundhe FDA Guidelines તુકારામ મુંઢેનો મોટો નિર્ણય મહાપ્રસાદ અને ભંડારા વિતરણ માટે એફડીએની પરવાનગી લેવી ફરજિયાત
Ujjain Khade Hanuman Temple મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ; ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું અમે પ્રયાસ નથી કર્યો
Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Exit mobile version