Site icon

જ્ઞાનવાપી પેટર્ન પુનામાં રિપીટ થઈ? આ બે મસ્જીદો પર MNS પાર્ટીએ આંગળી ચીંધી…. 

 News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi masjid row)નો મુદ્દો હાલ દેશમાં ભારે ચર્ચાએ ચડ્યો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ(district court) આજથી આ કેસને મામલે નવેસરથી સુનાવણી થવાની હોવાના અહેવાલ છે. ત્યારે જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ઉઠાવતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)એ દાવો કર્યો છે કે પુણે(Pune)માં પુણ્યેશ્વર(Punyeshwar) અને નારાયણેશ્વર મંદિરોની(Narayaneshwar temples) જગ્યાએ પણ મસ્જિદો(Mosque) બનાવવામાં આવી છે. કાશીની(Kashi) જ્ઞાનવાપી મસ્જિદની જેમ પૂણેમાં આ બે મંદિરો(Temple)ની જગ્યા પર છોટા શેખ અને બડા શેખના નામે દરગાહ બનાવવામાં આવી છે.

Join Our WhatsApp Community

MNS ના જનરલ સેક્રેટરી અજય શિંદેએ(General Secretary Ajay Shinde) રવિવારે મિડિયાને કહ્યું કે પુણ્યેશ્વરનો આટલો લાંબો ઇતિહાસ છે. જ્યારે અલાઉદ્દીન ખિલજીના(Alauddin Khilji) વડા બડા આરબે(Bada Arab) પુણે પર કૂચ કરી ત્યારે તેમણે ભગવાન શિવના(Lord Shiva) આ મંદિરને તોડી પાડ્યું. એક મંદિર નહિ પણ બે મંદિરો ધ્વસ્ત કરવામા આવ્યા હતા. પુણ્યેશ્વર અને નારાયણેશ્વર મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. એક મંદિર શનિવારવાડાની સામે તો  છે. બીજું મંદિર લાલ મહેલની બીજી બાજુ કુંભાર વેસ પાસે છે. જ્યાં આજે નાની શેઠની દરગાહ છે. અજય શિંદેએ દાવો કર્યો છે કે આ તમામ મંદિરોની ટોચ પર મસ્જિદો બનાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :   આખરે પોલીસ પ્રશાસન જાગ્યું.. લોન એપ્લિકેશન ને લઈને સાયબર સેલે લીધો આ નિર્ણય… જાણો વિગતે

અજય શિંદેના આ નિવેદન બાદ હવે બધાનું ધ્યાન MNS આગળ શું ભૂમિકા અમલમાં મૂકે છે તેના પર છે. પુણેની રાજ ઠાકરેની સભામાં ફરી હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે મસ્જિદમાં ઘંટના મુદ્દે પણ ટિપ્પણી કરી હતી. રાજ ઠાકરેએ પુણેમાં એક સભામાં ચેતવણી આપી હતી કે મસ્જિદ પર રહેલા ભુંગળા હટાવવાનું આંદોલન ચાલુ રહેશે.

આ સમાચાર પણ વાંચો :   આખરે પોલીસ પ્રશાસન જાગ્યું.. લોન એપ્લિકેશન ને લઈને સાયબર સેલે લીધો આ નિર્ણય… જાણો વિગતે

અહીં ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદ કેસની આજે જિલ્લા કોર્ટમાં સુનાવણી થવાની છે. આ મામલે નવેસરથી સુનાવણી થશે. જિલ્લા ન્યાયાધીશ અજય કુમાર વિશ્વેશ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે જિલ્લા અદાલતને આ કેસની સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો છે. પાંચ મહિલાઓની અરજીઓ સહિત આ કેસની અન્ય અરજીઓ પર આજે સુનાવણી થશે. તેમજ કાશી વિશ્વનાથ મંદિરના મહંત ડો. કુલપતિ તિવારી વારાણસીની કોર્ટમાં મસ્જિદમાં મળેલા શિવલિંગની પૂજા માટે અરજી દાખલ કરશે.
 

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Exit mobile version