Site icon News Continuous Bureau | Mumbai

Telangana : તેલંગાણામાં રૂ. 84,000ની લાંચ લેતા મહિલા અધિકારીની ધરપકડ, પકડાઈ જતાં ધ્રુસકે-ધ્રુસકે રડી.. જુઓ વિડીયો..

Telangana : તેલંગાણામાં આદિજાતિ કલ્યાણ એન્જિનિયરિંગ વિભાગમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે પોસ્ટેડ મહિલા અધિકારી લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગઈ છે. જે બાદ તેનો આ વિડીયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

In Telangana Rs. Woman officer arrested for taking bribe of 84,000, cried after being caught.

In Telangana Rs. Woman officer arrested for taking bribe of 84,000, cried after being caught.

News Continuous Bureau | Mumbai 

Telangana : તેલંગાણામાં એક મહિલા અધિકારી ( Woman officer ) 84 હજાર રૂપિયાની લાંચ ( bribery ) લેતા ઝડપાઈ ગઈ હતી. આ પછી તે ખૂબ રડવા લાગી હતી. ઘટના દરમિયાન તેનો વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ( Viral Video ) થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો હવે આ મામલે આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે કહ્યું કે તમારા આ આંસુ હવે તમને બચાવી નહી શકે.

Join Our WhatsApp Channel

મિડીયા રિપોર્ટ મુજબ, આ મહિલા અધિકારી તેલંગાણાના આદિજાતિ કલ્યાણ એન્જિનિયરિંગ વિભાગમાં ( Tribal Welfare Engineering Department ) એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે પોસ્ટેડ છે. સોમવાર (20 ફેબ્રુઆરી) ના રોજ, આ અધિકારીને 84,000 રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો ( ACB ) ની ટીમે રંગે હાથે ધરપકડ કરી હતી.

 ફરીયાદના આધારે એસીબીએ છટકું ગોઠવીને મહિલા અધિકારીને રંગે હાથે પકડી..

એસીબીએ એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, આ મહિલા અધિકારી વિશે એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી. વ્યક્તિનો આરોપ હતો કે, આરોપી મહિલા અધિકારીએ તેની પાસેથી લાંચ માંગી હતી. ફરિયાદ મળતાની સાથે જ એસીબી એક્શનમાં આવી અને છટકું ગોઠવીને મહિલા અધિકારીની રંગે હાથે ધરપકડ કરી હતી. એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ મહિલા અધિકારી રડવા લાગી હતી. હાલ સોશ્યલ મિડીયા પર આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝર્સ મહિલા ઓફિસર સામે કડક કાર્યવાહીની વાત કરી રહ્યા છે. તો કેટલાક યુઝર્સનું કહેવું છે કે તેઓ માની શકતા નથી કે મહિલા અધિકારીઓ પણ આ રીતે લાંચ લે છે.

આ સમાચાર પણ વાંચો :  Maratha Reservation: મરાઠા આરક્ષણ લઈને શિંદે સરકારનો મોટો નિર્ણય, આટલા ટકા અનામત આપવાના પ્રસ્તાવને મળી મંજુરી.

એસીબીના અધિકારીઓએ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, આરોપી મહિલા અધિકારીએ આવી રીતે ઘણા લોકો પાસેથી લાંચ લીધી હોવાની ફરિયાદ મળી છે. તેણે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે અને કામના બદલામાં પૈસા લીધા છે. હવે ટીમ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. તે જ સમયે, ધરપકડ બાદ, તેના લાંચ તરીકે લીધેલા 84,000 રૂપિયા પણ ટીમે કબ્જે કરી લીધા છે. હાલ તે કસ્ટડીમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version