Site icon

Karnataka : કર્ણાટક વિધાનસભાની બહાર પાકિસ્તાન ઝિંદાબાદના નારા મામલે હવે મળ્યા ફોરેન્સિક પુરાવાઃ અહેવાલ…

Karnataka : કોંગ્રેસના ઉમેદવારની રાજ્યસભાની જીતની ઉજવણી દરમિયાન પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, ફોરેન્સિક નિષ્ણાતોએ તેની પુષ્ટિ કરી છેઃ સુત્રો…

In the case of Pakistan Zindabad slogans outside the Karnataka assembly, forensic evidence has now been found Report...

In the case of Pakistan Zindabad slogans outside the Karnataka assembly, forensic evidence has now been found Report...

News Continuous Bureau | Mumbai 

Karnataka : કર્ણાટકમાં રાજ્યસભાના સાંસદ નસીર હુસૈનની ( Naseer Hussain ) જીત બાદ વિધાનસભાની બહાર પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. હવે આ કેસમાં ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કર્ણાટક વિધાનસભાની બહાર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ( Pakistan Zindabad ) ના નારા લગાવવામાં આવ્યા હતા. એક મિડીયા રિપોર્ટ મુજબ, ફોરેન્સિક રિપોર્ટનો દાવો રજૂ કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

મિડીયા રિપોર્ટમાં મળેલી માહિતીને ટાંકીને દાવો કર્યો છે કે, કોંગ્રેસના ( Congress ) ઉમેદવારની રાજ્યસભાની ( Rajya Sabha Election  ) જીતની ઉજવણી દરમિયાન પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, ફોરેન્સિક ( Forensic report ) નિષ્ણાતોએ તેની પુષ્ટિ કરી છે એમ મિડીયા રિપોર્ટનો દાવો છે. તેમજ રાજ્ય સરકારને સુપરત કરાયેલા અહેવાલમાં પણ વિડિયો અને ઑડિયો બંનેમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચારની હાજરીની પુષ્ટિ કરવામાં આવી હતી અને તેમજ આ ફૂટેજમાં કોઈ છેડછાડ કરવામાં આવી નથી.

આ મામલામાં હાલ પૂછપરછ માટે મોહમ્મદ શફીક નશીપુડીની અટકાયત કરવામાં આવી છે..

ઉલ્લેખનીય છે કે, આ મામલામાં હાલ પૂછપરછ માટે મોહમ્મદ શફીક નશીપુડીની અટકાયત કરવામાં આવી છે. હાવેરીના સુપરિન્ટેન્ડેન્ટે નિવેદન આપતા કહ્યું હતું કે, 27 ફેબ્રુઆરીના રોજ કર્ણાટક વિધાનસભામાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવાના સંબંધમાં વિધાના સોઢા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં એક શંકાસ્પદ મોહમ્મદ શફીક નશીપુડીની બેંગલુરુ પોલીસે અટકાયત કરી છે.

આ સમાચાર પણ વાંચો : Bangladesh Fire: ઢાકામાં આગનો તાંડવ, રેસ્ટોરન્ટમાં આગને કારણે અત્યાર સુધીમાં 43ના મોત; લોકો પોતાનો જીવ બચાવવા ઇમારત પરથી કૂદી પડ્યા.

નોંધનીય છે કે, આ મામલો 27 ફેબ્રુઆરીએ મોડી સાંજે પ્રકાશમાં આવ્યો હતો. કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા સૈયદ નસીર હુસૈનની જીતની ઉજવણી દરમિયાન અચાનક પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. જે બાદ ભાજપના નેતાઓએ આને લગતો વિડીયો મુકીને ભારે હંગામો મચાવ્યો હતો. 27મી ફેબ્રુઆરીની મોડી રાત્રે ભાજપના નેતાઓએ આ મામલે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ આરોપો પર નસીર હુસૈને ત્યારે નિવેદન આપતા કહ્યું હતું કે, ઉજવણી દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા ન હતા. ભીડ નસીર હુસૈન ઝિંદાબાદ કહી રહી હતી.

દરમિયાન ભાજપે આ મુદ્દે કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે. ગુરુવારે વિપક્ષી નેતા આર. અશોકના નેતૃત્વમાં ભાજપના ધારાસભ્યોએ ‘રાજભવન ચલો’ કૂચ કરી હતી અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ માટે કોંગ્રેસ સરકારને બરતરફ કરવાની માંગ કરી હતી.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
Exit mobile version