Site icon News Continuous Bureau | Mumbai

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યા ‘ગુજરાતીઓને ઠગ’, આ વેપારી સંગઠને કરી માફીની માંગ..

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના નિવેદનથી ગુજરાતી સમાજ દુઃખી થયો છે

CAIT demands pension scheme for traders

પેન્શન યોજના મુદ્દાએ પકડ્યો વેગ, આ વેપારી સંગઠને પણ ઉઠાવ્યો અવાજ..

  News Continuous Bureau | Mumbai

ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મહારાષ્ટ્ર સ્ટેટ જનરલ સેક્રેટરી શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું છે કે બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ દ્વારા ગુજરાતી સમાજ વિશે કરેલી અપમાનજનક ટિપ્પણીની સખત નિંદા વ્યક્ત કરીને માફી માંગવાની માંગ કરી છે. અન્યથા મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશકને મળ્યા બાદ FIR દાખલ કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  રાહુલ ગાંધીની મુસીબતો ઓછી નથી થઈ રહી, મોદી સરનેમ કેસમાં હવે પટનાથી પણ સમન્સ. આ તારીખે હાજર થવાનો આદેશ..

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે મીડિયામાં આપેલું નિવેદન અત્યંત નિંદનીય છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપતાં કહ્યું હતું કે આજની પરિસ્થિતિમાં ગુજરાતીઓઠગ હોય શકે છે. નાયબ મુખ્યમંત્રીએ પોતાનું રાજકારણ ચમકાવવા માટે આવી અભદ્ર અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. તેજસ્વી યાદવે આપેલા આ નિવેદનથી ગુજરાતી સમાજ દુઃખી થયો છે.

મહાસંઘના મહાસચિવ તરુણ જૈને તેજસ્વી યાદવના આ નિવેદનની સખત નિંદા કરી અને કહ્યું કે સમગ્ર સમાજ માટે આવી ખરાબ ભાષાનો ઉપયોગ વરિષ્ઠ હોદ્દા પર બેઠેલા નેતા દ્વારા કરવામાં આવી રહેલી નિમ્ન સ્તરની રાજનીતિ સાબિત કરી રહ્યું છે. જો નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ પોતાનું નિવેદન પાછું લઈને માફી નહીં માંગે તો અમારે તેમની સામે આંદોલન કરવું પડશે અને એફઆઈઆર નોંધીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરીશું.

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version