Site icon

 ગુજરાતનું આ શહેર હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવાની દિશામાં, કોર્પોરેશન વર્ષના અંત સુધીમાં આટલી ઈ-બસ દોડાવશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,29 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર 

પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે, ત્યારે લોકો ઇલેક્ટ્રિક કાર ખરીદી રહ્યા છે, ત્યારે ઈ-મોબીલીટીના ભાગરૂપે ગુજરાતના સુરત શહેરમાં ૫૦ કાર્યરત ઈ-બસ ઉપરાંત વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં ૨૫૦ ઇ-બસ કાર્યરત કરવાનું આયોજન છે. ઉપરાંત પાલથી ઈચ્છાપોર બીઆરટીએસ એક્સેન્શન અંતર્ગત ૯ બસ સ્ટેશન માટે અંદાજીત ૫ કરોડના ખર્ચ કરાશે. ક્લીન એનર્જી સીટી હેઠળ શહેર વિસ્તારમાં કુલ ૨૦૦ ચાર્જીંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે.

યુઝર ચાર્જ પેટે આ મિલકતો પાસેથી વર્ષાંતે વધારાની ૧૨.૪૭ કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવશે. કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ-રિવાઇઝ્‌ડ બજેટમાં ૧૦ લાખથી મોંઘી કારોના ટેક્સમાં વધારો કરાયો છે જ્યારે વિધાનસભાની ચૂંટણી હોવાથી મિલકતવેરામાં કોઇ જ ફેરફાર કરાયો નથી. પરંતુ યુઝર ચાર્જીસમાં ૧૨.૪૭ કરોડનો વધારો કર્યો છે. જે માત્ર ૪૦૦ ચોમીટરથી મોટી મિલકતોને લાગુ પડશે.

ડ્રગ કેસમાં NCBની મોટી કાર્યવાહી, 9 મહિનાથી ફરાર આ અભિનેતાના પાડોશીની કરી ધરપકડ; જાણો વિગતે

વ્હીકલ ટેક્સમાં ફોર વ્હીલર કે તેથી વધુમાં ૧૦ લાખથી વધુ અને ૨૫ લાખ સુધીના વાહન માટે ૩.૫ ટકા વ્હીકલ ટેક્સ ચૂકવવો પડશે. પહેલા ૨૦ લાખ સુધીના વાહન માટે ૨.૫ ટકા જ ટેક્સ હતો. જ્યારે ૨૫ લાખથી વધુના વાહન માટે ૩.૫ ટકા ટેક્સ વધારીને ૪ ટકા કરાયો છે. રજિસ્ટ્રેશન સમયે સીએનજી ફીટેડ થ્રી વ્હીલર વાહનો ઉપર ૧.૫ ટકા ટેક્સ લેવાશે. જે પહેલા ૨.૫ ટકા હતો.

ઇલેક્ટ્રિક વ્હીકલને વેગ આપવા પહેલાં વર્ષે વાહનવેરામાં ૧૦૦ ટકા મુક્તિ અપાઈ છે. ૧ એપ્રિલથી ૩૧ માર્ચ ૨૦૨૩ સુધી લાભ મળશે. ૩ વર્ષ માટે પાલિકાના પે એન્ડ પાર્કના ચાર્જમાંથી મુક્તિ પણ અપાશે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version