Site icon

હેં… આ શું ચાલે છે. શિવસેના એ કોંગ્રેસ પાર્ટીને એન.જી.ઓ પાર્ટી કહીં… પણ કેમ? તે જાણો અહીં.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

26 ડિસેમ્બર 2020

શિવસેનાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર તેમના મુખપત્ર 'સામના' ના સંપાદકીય લેખમાં સવાલ ઉઠાવ્યા છે. તે જ સમયે, યુપીએ (UPA) ને એનજીઓ ગણાવી છે.  શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રમુખ શરદ પવારને પોતાનું નેતૃત્વ સોંપવાની હિમાયત કરી છે. ઉધ્ધાવ ઠાકરેના સામનાના આ લેખ પછી એ જોવાનું રસપ્રદ રહેશે કે, શિવસેનાના આ પગલાની મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર પર અસર પડે છે કે કેમ. 

સામનામાં લખ્યું છે કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ 'યુપીએ' નામનું એક રાજકીય સંગઠન છે. તે 'યુપીએ' ની હાલત 'એનજીઓ- સામાજિક કાર્ય કરતી સંસ્થા,' જેવી લાગે છે. 'યુપીએ' ના સાથી પણ ખેડૂતોના અસંતોષને ગંભીરતાથી લેતા નથી. 'યુપીએ' માં કેટલાક પક્ષો હોવા જોઈએ પરંતુ તેઓ કોણ શું કરે છે? એ અંગે પણ કોંગ્રેસમા મૂંઝવણ છે.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસે મળીને સરકાર બનાવી છે. તે જ સમયે, યુપીએ ની કમાન હાલમાં કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના હાથમાં છે.  સંપાદકીય અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી યુપીએનાં તમામ પક્ષો ભાજપનો વિરોધમાં જોડાશે નહીં ત્યાં સુધી સરકાર સામે વિપક્ષો બિનઅસરકારક દેખાશે. 

 

નબળા વિરોધને કારણે ખેડુતોથી નારાજ શિવસેનાએ તેના સંપાદકીયમાં વિપક્ષ પર નિશાન સાધતા લખ્યું કે, "દિલ્હીની સરહદો પર ખેડુતો પ્રદર્શન કરી રહ્યા છે." શાસક પક્ષને આ આંદોલનની ચિંતા નથી. સરકારના આ વલણનું કારણ 'નબળો વિરોધ' છે. હાલનો વિપક્ષ સંપૂર્ણ નિર્જીવ છે, વિપક્ષનું સ્થાન ઉજ્જડ ગામના વડાનું પદ માની લેવા જેવું છે. આને કારણે જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમની સંભાળ લેનાર કોઈ નથી. આમ કોંગ્રેસે પોતાની પરિસ્થિતિ સુધારવાની જરૂર છે.

Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Sunetra Pawar: કોણ છે સુનેત્રા પવાર? જેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી CM બનીને રચશે ઈતિહાસ; જાણો તેમના અભ્યાસ અને સામાજિક કાર્યો વિશેની વિગતો
Sunetra Pawar: સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી (Deputy CM) બનાવવામાં આટલી ઉતાવળ કેમ? જાણો શું છે અસલી રમત
Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Exit mobile version