Site icon

આ રાજ્યના ખેડૂતોને કૃષિ આંદોલનમાં ભાગ લેવા બદલ ફટકારાઇ અધધધ આટલા લાખ રૂપિયાની નોટિસ… જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 ડિસેમ્બર 2020
ઉત્તર પ્રદેશ (યુપી)ના સંભલ જિલ્લામાં કૃષિ આંદોલનમાં ભાગ લેનારા ખેડૂતોને નોટિસ મોકલવામાં આવી  છે. આ નોટિસ સંભલના ઉપજિલ્લા મેજીસ્ટ્રેટએ છ ખેડૂતોને 50,000 સુધીનો બોન્ડ ભરવા માટે આપી છે. જે છ ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. તેમાં ભારતીય કિસાન યુનિયન અસલીના જિલ્લાધ્યક્ષ રાજપાલ સિંહ, જયવીર સિંહ, સત્યેન્દ્ર, વીર સિંહ અને રોહદાસ સામેલ છે. ઉલ્લેખનીય છે કે પહેલા આ ખેડૂતોને 50 લાખની નોટિસ મોકલાઈ હતી, પણ હવે આ નોટિસને સંશોધિત કરી દેવાઈ છે. 


 
નોટિસમાં લખ્યું છે કે ખેડૂત આંદોલનમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે, જેનાથી કાયદા વ્યવસ્થામાં વિક્ષેપ પડે તેવી સંભાવના છે. આ માટે 50 લાખ રૂપિયાની ભરપાઈની 2 જમાનત ભરવાની નોટિસ જાહેર કરાઈ છે. જયારે કે ખેડૂતોનું કહેવું છે કે સરકાર આંદોલનનું દમન કરવા ઈચ્છે છે. તેઓએ આ રકમ ભરવાની મનાઈ કરી છે. આપને જણાવી દઈએ કે આ નોટિસ 12 અને 13 ડિસેમ્બરે કલમ 111 હેઠળ મોકલવામાં આવી છે.
 
તો બીજી તરફ ખેડૂતોને સમજાવવા માટે કૃષિ પ્રધાને 8 પાનાનો પત્ર લખ્યો છે. આ પત્ર એક બેઠક બાદ જાહેર કરાયો હતો. આ બેઠકમાં અમિત શાહ, પિયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્રસિંહ તોમરે પત્રમાં લખ્યું છે કે, અનેક ખેડૂત સંગઠનોએ આ કાયદાનું સ્વાગત કર્યું છે. તોમરે ભાવુક અપીલ કરતા કહ્યું કે, હું પણ ખેડૂત પરિવારથી જ છું અને ખેતીની બારિકીઓથી વાકેફ છુ. તોમરે કહ્યું કે, આ મારી જવાબદારી છે કે ખેડૂતોને જણાવવામાં આવે કે તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version