Site icon

Vadodra : વડોદરા શહેરમાં ગણેશોત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ

Vadodra : ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં ગણેશોત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના દાંડિયા બજાર પિરામિતા રોડ વિસ્તારના પ્રગતિ યુવક મંડળ દ્વારા આ વર્ષે એક લાખથી વધુ અગરબત્તીથી શ્રીજીની 8 ફૂટની મનમોહક પ્રતિમા બનાવવામાં આવી છે. આ અગરબત્તી ગાયના છાણમાંથી બનાવવામાં આવી હોવાની માહિતી છે. શ્રીજીની આ મૂર્તિએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

In Vadodara city, people are very enthusiastic about Ganeshotsav

In Vadodara city, people are very enthusiastic about Ganeshotsav

News Continuous Bureau | Mumbai

Vadodra : ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં ગણેશોત્સવને(ganeshutsav) લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના દાંડિયા બજાર પિરામિતા રોડ વિસ્તારના પ્રગતિ યુવક મંડળ દ્વારા આ વર્ષે એક લાખથી વધુ અગરબત્તીથી શ્રીજીની 8 ફૂટની મનમોહક પ્રતિમા બનાવવામાં આવી છે. આ અગરબત્તી ગાયના છાણમાંથી બનાવવામાં આવી હોવાની માહિતી છે. શ્રીજીની આ મૂર્તિએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું છે. 

Join Our WhatsApp Community

પ્રગતિ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશોત્સવને લઈ કંઇક અલગ કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે મંડળના 20 જેટલા સભ્યોએ ભગવાન ગણેશજીની મૂર્તિ અનોખી રીતે ડેકોરેટ છે. આ મૂર્તિને ડેકોરેટ કરવા માટે ગાયના છાણમાંથી નિર્મિત અને ચોરસ આકારમાં બનાવેલી એક લાખથી વધુ અગરબત્તીઓ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિની ઊંચાઈ 8 ફૂટ જેટલી છે. આ પ્રતિમાને બનાવવી માટે મંડળના સભ્યોએ છેલ્લા 45 દિવસથી રાત-દિવસ સખત મહેનત કરી છે. ભગવાન ગણપતિજીની પ્રતિમા પર ફેવિકોલથી અગરબત્તી ચોંટાડવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Wheat Stock : ભારત સરકારે ભાવ વધારાને રોકવા માટે ઘઉંના સ્ટોક માટે નવી મર્યાદા લાદી

મૂર્તિને જોવા માટે દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, પ્રગતિ યુવક મંડળ દ્વારા વર્ષોથી અલગ અલગ થીમ પર ભગવાન ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે. ગત વર્ષની વાત કરીએ તો આ મંડળે મુંબઈના પ્રસિદ્ધ અને જાણીતા દગડુ શેઠ હલવાઈવાલા ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરી હતી. જો કે, આ વર્ષે ડેકોરેશન કરેલ મૂર્તિને જોવા માટે દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે. 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version