હોસ્પિટલમાં દાખલ થયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ હોસ્પિટલની પથારીએથી સમર્થકો માટે એક વીડિયો સંદેશ જારી કર્યો છે.
મમતા બેનરજીએ વીડિયોમાં જણાવ્યું કે કાલે થયેલા હુમલામાં મને ખૂબ જ ગંભીર ઇજા થઇ છે, જેથી હાથ-પગમાં ખૂબ જ દુખાવો છે. હું થોડાક દિવસ પછી બહાર આવીશ અને વ્હીલ ચેર પર કેમ્પેન શરૂ કરીશ
આ સિવાય તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી કે એવું કઈં પણ ન કરવું જેનાથી સામાન્ય પ્રજાને પરેશાની થાય.