Site icon News Continuous Bureau | Mumbai

લોકડાઉનમાં રેલવેની આવક ઘટી..  પરંતુ, મધ્ય અને પશ્ચિમ રેલ્વેના હોર્ડિંગ્સ દ્વારા આવક આટલા ઘણી વધી.. જાણો છેલ્લા 5 વર્ષનું સરવૈયુ…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

25 નવેમ્બર 2020 

મુંબઈ ડિવિઝન હેઠળ મધ્ય અને પશ્ચિમ રેલ્વેના હોર્ડિંગ્સની વધતી આવક અંગેની માહિતી એક આરટીઆઈને આપવામાં આવેલી માહિતીમાં બહાર આવી છે. આવકની દ્રષ્ટિએ, બંને રેલ્વે- જો કે, મધ્ય રેલ્વેની તુલનામાં પશ્ચિમ રેલ્વે ઘણું  આગળ છે. 

મુંબઈના એક આરટીઆઈ એક્ટિવિસ્ટએ મધ્ય અને પશ્ચિમ રેલ્વે પાસેથી હોર્ડિંગ્સ વિશે માહિતી માંગી હતી. સેન્ટ્રલ રેલ્વેના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજરએ આ 5 વર્ષમાં,  2014-15થી વર્ષ 2019-20 સુધી ના 7 સ્થાનોની વિગતો આપી છે. 

 

સેન્ટ્રલ રેલ્વેની વર્ષ 2015-16માં 5.92 કરોડ, વર્ષ 2016-17માં 5.98 કરોડ, વર્ષ 2017-18માં 6.60 કરોડ, વર્ષ 2018-19માં 9.23 કરોડ અને વર્ષ 2019-20માં 11.35 કરોડની આવક છે. 

 

જ્યારે પશ્ચિમ રેલ્વેના વાણિજ્ય મંડળ દ્વારા વર્ષ 2015-16થી વર્ષ 2019-20 સુધીના આ 5 વર્ષોની વિગતો આપવામાં આવી છે. વર્ષ 2015-16માં 33.15 કરોડ, વર્ષ 2016-17માં 35.77 કરોડ, વર્ષ 2017-18માં 40.01 કરોડ, વર્ષ 2018-19માં 40.18 કરોડ અને વર્ષ 2019-20માં 54.48 કરોડ રૂપિયા છે. 

માહિતી ના અધિકાર નો ઉપયોગ કરી જે માહિતી મળી છે તેમાં ઘણી લાપરવાહી જોવા મળી છે. જેમકે, ઘણી જગ્યાએ, જે જગ્યા ફાળવવામાં આવી છે તેના કરતા વધારે જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  આથી જ રેલવેને એક તપાસ ટીમની જરૂર છે, જે ફરિયાદની રાહ જોવાને બદલે અચાનક સમીક્ષા કરવામાં આવશે, અનિયમિતતાઓ પણ તપાસે તો રેલવે વહીવટીતંત્રની ડૂબતી આવકનો બચાવ થશે અને રેલવે બોર્ડ વધુ સક્ષમ થશે.

Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
Exit mobile version