Site icon News Continuous Bureau | Mumbai

Indian Navy: આસામના ઉમરાંગસોમાં 36 કલાકથી ખાણમાં ફસાયા 15 મજૂર, ઇન્ડિયન નેવી આવી મદદે..

Indian Navy: જિલ્લામાં આવેલા દૂરના ઔદ્યોગિક નગર ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટેની તાકીદની વિનંતીના જવાબમાં ભારતીય નૌકાદળે મદદ કરવા માટે એક વિશિષ્ટ ટીમને તૈનાત કરી છે.

Indian Navy 15 laborers trapped in a mine in Assam's Umrangso for 36 hours, Indian Navy comes to help..

Indian Navy 15 laborers trapped in a mine in Assam's Umrangso for 36 hours, Indian Navy comes to help..

Indian Navy: આસામના દિમા હસાઓ જિલ્લામાં આવેલા દૂરના ઔદ્યોગિક નગર ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટેની તાકીદની વિનંતીના જવાબમાં ભારતીય નૌકાદળે મદદ કરવા માટે એક વિશિષ્ટ ટીમને તૈનાત કરી છે. ટીમમાં એક અધિકારી અને અગિયાર ખલાસીઓનો સમાવેશ થાય છે, તેમાં ઉચ્ચ પ્રશિક્ષિત ક્લિયરન્સ ડાઇવર્સ પણ સામેલ છે જે ઊંડા પાણીમાં ડાઇવિંગ અને બચાવ કામગીરીમાં કુશળ છે.

Join Our WhatsApp Channel

ટીમ આ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મિશન માટે સંપૂર્ણ રીતે સજ્જ છે તથા શોધ અને બચાવ માટે ડીપ ડાઇવિંગ ગિયર્સ અને પાણીની અંદર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ (ROVs) જેવા વિશિષ્ટ સાધનો ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો : Indian Navy: ભારતીય નૌકાદળના 60-દિવસીય પ્રોગ્રામમાં માનસિક સ્વાસ્થ્ય પર વર્કશોપનું આયોજન

તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે ભારતીય સેના, NDRF અને સ્થાનિક નાગરિક વહીવટીતંત્ર સાથે નજીકના સંકલનમાં પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

ભારતીય નૌકાદળની ટીમ વિશાખાપટ્ટનમથી તારીખ 07 જાન્યુઆરી 25ના રોજ IAF દ્વારા સંકલિત એરલિફ્ટના માધ્યમથી ઘટનાસ્થળે પહોંચી હતી.

સઘન શોધ અને બચાવ અભિયાનની સાથે સરળ અને સમયસર બચાવ કામગીરીને સુવિધાનજક બનાવવા માટે સંકળાયેલી તમામ એજન્સીઓ સાથે નિયમિત માહિતીની આપલે કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : AI Touch: 5G ઈકોસિસ્ટમને આગળ વધારવા માટે સરકાર ઉત્સુક, AI ટચને આ યોજના હેઠળ 5G રન પ્લેટફોર્મ માટે આપી ગ્રાન્ટ

ભારતીય નૌકાદળ સંકટના સમયે તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ રહે છે.  જે જીવનની સુરક્ષા અને કટોકટીમાં રાષ્ટ્રને સમર્થન કરવાના પોતાના સંકલ્પને દર્શાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Thane Ghodbunder Road Accident ઠાણા માં ભયાનક અકસ્માત ઘોડબંદર રોડ પર રિક્ષા પર ગેસ ટેન્કર પલટી ગયું, બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત
ED Freezes TMC Bank Accounts મમતા બેનર્જીને મોટો ઝટકો, EDએ TMC સાથે જોડાયેલા ૩ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, ₹૪૪૦ કરોડ જમા છે
Pune Building Collapse પુણેમાં રહેણાંક ઈમારત ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, ૧૪થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
Nashik Trimbakeshwar road closed નાસિકત્ર્યંબકેશ્વર હાઈવે પર મોટી આફત, ભારે વરસાદમાં રસ્તાનો એક હિસ્સો ધોવાઈ જતાં માર્ગ સંપૂર્ણપણે બંધ
Exit mobile version