Site icon

Indian Railway: ભારતીય રેલવેની ‘એક સ્ટેશન એક ઉત્પાદન’ યોજનાથી વિક્રેતાઓ અને ગ્રાહકો બંનેને સમાન રૂપે મળી રહ્યો છે લાભ

Indian Railway: પશ્ચિમ રેલવેના 83 રેલવે સ્ટેશનો પર 86 એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટ. ગુજરાત રાજ્યમાં 48 સ્ટેશનો પર 51 એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટ ઉપલબ્ધ છે. આ યોજનાનો ઉદ્દેશ ‘વોકલ ફોર લોકલ’ વિઝનને પ્રોત્સાહન આપવાનો છે. આ સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનો માટે એક બજાર ઉપલબ્ધ કરાવે છે.

Indian Railways' 'One Station One Product' scheme is benefiting both vendors and consumers alike

Indian Railways' 'One Station One Product' scheme is benefiting both vendors and consumers alike

News Continuous Bureau | Mumbai

Indian Railway: ભારતીય રેલવે એ ભારત સરકારના ‘વોકલ ફોર લોકલ’ ( Vocal for local ) વિઝનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ‘એક સ્ટેશન એક ઉત્પાદન’ (OSOP) યોજના શરૂ કરી. આનો ઉદ્દેશ સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનો માટે બજાર ઉપલબ્ધ કરાવવાની સાથે-સાથે સમાજના હાંસિયા પર રહેનારા વર્ગો માટે વધારાની આવકના અવસર પેદા કરવાનો છે. આ યોજના હેઠળ રેલવે સ્ટેશનો ( Railway stations ) પર સ્વદેશી/સ્થાનિક ઉત્પાદના ( local products ) પ્રદર્શન, વેચાણ અને હાઈ વિઝિલિબિટી માટે એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટ ફાળવવામાં આવે છે. વર્તમાનમાં (09.11.2023 સુધી), ભારતીય રેલવેના 1037 સ્ટેશનો પર 1134 એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટ ચાલુ છે. આ દિશામાં, પશ્ચિમ રેલવેના 83 સ્ટેશનો પર 86 એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટ છે, જેમાંથી 51 આઉટલેટ ગુજરાત રાજ્યમાં છે. 

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવેના ( Western Railway ) મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલી એક પ્રેસ રિલીઝ મુજબ ‘એક સ્ટેશન એક ઉત્પાદન’ એ સ્થળો માટે વિશેષ હોય છે આમાં સ્વદેશી જનજાતિઓ દ્વારા બનાવવામાં આવેલી કલાકૃતિઓ, સ્થાનિક વણકરો દ્વારા હાથશાળ, વિશ્વ પ્રસિદ્ધ લાકડાની કોતરણી, ચિકનકારી અને કપડાંઓ પર જરી-જરદોશી જેવી હસ્તકળા, અથવા મસાલા, ચા, કોફી અને અન્ય પ્રક્રિયા કરેલ/અર્ધ પ્રક્રિયા કરેલ ખાદ્ય પદાર્થ/ઉત્પાદન જે આ એવા વિસ્તારમાં સ્વદેશી રૂપે ઉગાડવામાં આવે છે વગેરે સામેલ છે. ગુજરાત રાજ્યમાં વિવિધ પ્રસિદ્ધ સ્વદેશી ઉત્પાદનો જેવા કે વાંસના બનેલા હસ્તશિલ્પ ઉત્પાદન, મિરર વર્કની વોલ હેંગીંગ, કલાકૃતિઓ અને વારલી પેન્ટીંગ, પારંપરિક હાથશાળ ઉત્પાદન જેમ કે હાથછાપની સાડીઓ, પોશાક સામગ્રી, જડતરનું કામ, નકલી ઘરેણાં, ચામડાના ઉત્પાદનો, પ્રક્રિયા કરેલા ખાદ્ય પદાર્થ જેમ કે અથાણાં, મસાલા, પાવડર, સુકા મેવા અને ત્યાં સુધી કે કાચું મધ પણ પ્રસિદ્ધ છે અને તેમને આવા આઉટલેટમાં વેચાણ માટે રાખવામાં આવે છે. વર્તમાનમાં, ગુજરાત રાજ્યમાં 48 સ્ટેશનો પર 51 એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 

શ્રી ઠાકુર એ જણાવ્યું કે કેન્દ્રીય બજેટ 2022-23 માં એક સ્ટેશન એક ઉત્પાદન (ઓએસઓપી) યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. પાયલોટ પ્રોજેક્ટ 25.03.2022 ના રોજ 19 સ્ટેશનો પર 15 દિવસો માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. પાયલોટ પ્રોજેક્ટથી મળેલા અનુભવના આધારે રેલવે મંત્રાલય દ્વારા 20.05.2022 ના રોજ એક સ્ટેશન એક ઉત્પાદન નીતિ જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે આ દુકાનોએ આ વિક્રેતાઓના જીવન પર ખૂબ પ્રભાવ નાંખ્યો છે. તેમને એવી જગ્યા પર પોતાના સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે એક શાનદાર મંચ મળી ગયું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે. આનાથી તેમના ઉત્પાદનોનું વેચાણ વધ્યું છે અને તેમના જીવનમાં ફેરફાર આવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : PLI Scheme 2.0: સરકારે આઈટી હાર્ડવેર માટે પીએલઆઈ સ્કીમ – 2.0 હેઠળ 27 ઉત્પાદકોને મંજૂરી આપી

એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે?

આ યોજના હેઠળ ભારતીય રેલવે સ્વદેશી/સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શિત કરવા, વેચવા અને હાઈ વિઝિબિલિટી ઉપલબ્ધ કરાવવા એનઆઈડી/અમદાવાદ દ્વારા વિકસિત ડિઝાઈન મુજબ સ્ટેશનો પર વિશિષ્ટ રૂપ, અનુભવ અને લોકોની સાથે વિશિષ્ટ રૂપે ડિઝાઈન કરાયેલા વેચાણ આઉટલેટ ઉપલબ્ધ કરાવે છે. ફાળવણી એવા તમામ અરજદારોને ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે, જે સ્ટેશનો પર લોટરી મારફતે રોટેશનના આધારે યોજનાના ઉદ્દેશોને પૂર્ણ કરે છે. 

કેટલા લાભાર્થીઓને લાભ મળ્યો?

09.11.2023 સુધી કુલ 39,847 પ્રત્યક્ષ લાભાર્થીએ આ યોજના હેઠળ આપવામાં આવી રહેલા અવસરોનો લાભ મેળવ્યો છે. પ્રત્યેક ફાળવણીએ 5 ના દરે અપ્રત્યક્ષ લાભાર્થીઓને માનતાં, કુલ લાભાર્થી 1,43,232 છે. કુલ 49.58 કરોડ રૂપિયાનું વેચાણ નોંધવામાં આવ્યું છે. 

એક સ્ટેશન એક ઉત્પાદન અને આઉટરીચ પાછળનું વિઝનઃ

એક સ્ટેશન એક ઉત્પાદન નીતિમાં એ પરિકલ્પના કરવામાં આવી છે કે આ યોજનાનો લાભ લક્ષ્ય સમૂહો એટલે કે પિરામિડના નીચલા સ્તરે રહેલા લોકો સુધી પહોંચવો જોઈએ અને તમામ અરજદારોને અવસર મળવો જોઈએ. આ ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે રેલવે અધિકારીઓ દ્વારા વર્તમાન પત્રોમાં જાહેરાત, સોશિયલ મીડિયા, જન ઘોષણાઓ, પ્રેસ સૂચનાઓ, કારીગરોથી વ્યક્તિગત મુલાકાત વગેરે સહિત વિવિધ જન પહોંચ ઉપાય અપનાવવામાં આવ્યા છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version