Site icon

ટેક ઑફ સમયે જ ઈન્ડિગો ફ્લાઇટના એન્જિનમાં લાગી આગ – મુસાફરોના જીવ પડીકે બંધાયા- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

દિલ્હીથી બેંગ્લોર(Delhi to Bangaluru flight) જઈ રહેલી ઈન્ડિગો(Indigo) ની દિલ્હી-બેંગલુરુ ફ્લાઈટના એન્જિન(Engine)માં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિમાનમાં બેઠેલા મુસાફરોએ બારીમાંથી એન્જિનમાં આગ (Fire) જોઈને ચોંકી ગયા હતા. પ્લેન ટેક ઓફ(Take off) કરી રહ્યું હતું ત્યારે જ આ ઘટના પ્રકાશમાં આવી હતી. જેના કારણે દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર જ પ્લેનને રોકી દેવામાં આવ્યું હતું. પ્લેન ટેક ઓફ કરી શક્યું ન હતું.  

Join Our WhatsApp Community

 

દરમિયાન આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે પ્લેન ટેક ઓફ કરવા માટે રનવે પર દોડે છે ત્યારે અચાનક એક સ્પાર્ક થાય છે અને પછી આગના તણખા નીકળવા લાગે છે. આ જોઈને પાઈલટ તરત જ વિમાનને રનવે પર જ રોકી દે છે અને તમામ લોકોને બચાવી લેવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : કામની વાત- નવેમ્બર મહિનામાં કુલ 10 દિવસ રહેશે બેંક રહેશે બંધ- ધક્કો ખાતા પહેલા જોઈ લેજો આ લિસ્ટ 

મીડિયા રિપોર્ટ અનુસાર, દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ (6E-2131)માં આ અકસ્માત થયો હતો. આ ઘટના પર ઈન્ડિગો એરલાઈન્સે(Indigo airlines) આ ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે દિલ્હીથી બેંગ્લોર જતી ફ્લાઈટ 6E2131માં ટેક-ઓફ રોલ દરમિયાન ટેકનિકલી સમસ્યા આવી હતી, જેના પછી તરત જ પાઈલટે ટેક-ઓફ અટકાવી દીધું હતું અને પ્લેન લેન્ડ થઈ ગયું હતું. ઈન્ડિગોએ કહ્યું કે તમામ મુસાફરો અને પાઈલટ સુરક્ષિત છે.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version