ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
ટ્વીટર બાદ હવે દિલ્હી રેપ પીડિતાની ઓળખ જાહેર કરવાના મામલે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે કાર્યવાહી કરી છે.
બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મએ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પોસ્ટને હટાવી દીધી છે.
બાલ સંરક્ષણ આયોગે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને આવી પોસ્ટ હટાવવા માટે કહ્યું હતું, જેનાથી રેપ પીડિતા અને તેના પરિવારની ઓળખ જાહેર થાય છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ તાજેતરમાં દિલ્હીમાં નવ વર્ષની બાળકી પર થયેલા રેપ અને બાદમાં કરાયેલી હત્યા બાદ તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી.
રાહુલ ગાંધીએ તેના માતા પિતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતા હોબાળો મચી ગયો હતો. કારણ કે રેપ પીડિયાની ઓળખ થાય તેવી જાણકારી શેર કરવાની કાયદો પરવાનગી આપતો નથી.
એમેઝોન એલેક્સા પર અમિતાભ બચ્ચનનો અવાજ કેવી રીતે સક્રિય કરવો; જાણો અહીં