News Continuous Bureau | Mumbai
Pune Crime: પુણે પોલીસે એક મોટા ઓપરેશનમાં રૂ. 100 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ( Drugs Seized ) જપ્ત કર્યું છે. પુણે પોલીસ ( Pune Police ) ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં 52 કિલોથી વધુ મેફેડ્રોન ( MD- Mephedrone ) મળી આવ્યો છે . આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલો એમડીની કિંમત 2 કરોડ રૂપિયા છે. ક્રાઈમ બ્રાન્ચે પુણેના વિશ્રાંતવાડી વિસ્તારમાં દરોડા પાડ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ ડ્રગ્સમાં શંકાને ટાળવા માટે મીઠાના પેકટમાં વેચવામાં આવતો હતો. આ કેસમાં હાલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે,
પોલીસ કમિશનરે આ મામલામાં પુણે પોલીસને ડ્રગ્સ ( Drugs ) વિરુદ્ધ સીધી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તે મુજબ પુણે પોલીસ યુનિટની ક્રાઈમ બ્રાન્ચે વિશ્રાંતવાડી વિસ્તારમાં મળતી માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. આ સમયે મેફેડ્રોન (MD)નો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં સાડા ત્રણ કરોડ જેટલી કિંમતના એમડી હોવાની શક્યતા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ રેકેટ મીઠું વેચવાની આડમાં શરૂ થયું હતું. જેમાં પોલીસને શંકા જતા, મળતી માહિતીના આધારે, આરોપીઓને શોધવા માટે ક્રાઈમ બ્રાંચની ( Crime Branch ) દસ ટીમો રવાના કરવામાં આવી હતી.
પોલીસને મીઠાના ગોડાઉનમાંથી વધુ દોઢ કરોડનું MD મળી આવ્યું હતું…
મિડીયા રિપોર્ટ મુજબ, પુણે પોલીસ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 1ની ટીમને બાતમી મળી હતી કે ફોર વ્હીલરમાં આરોપી સોમવારે પેઠમાં ડ્રગ ડિલિવરી કરવા આવ્યો હતો. આ અંગેની માહિતી મળતા પોલીસ ટીમે છટકું ગોઠવ્યું હતું. આ ઘટનામાં બે આરોપીની અટકાયત કરવામાં આવી હતી. તેમની પાસેથી એક કરોડની કિંમતનું MD (500 ગ્રામ) મળી આવ્યું હતું. પોલીસે બંનેની વધુ પૂછપરછ કરતાં તેઓએ એમડી આપતા ત્રીજા આરોપીની માહિતી આપી હતી. જેથી પોલીસે તેની પણ અટકાયત કરી હતી. પોલીસને આ આરોપી પાસેથી એક કરોડની કિંમતનો MD (500 ગ્રામ) મળી આવ્યો હતો. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેના મીઠાના ગોડાઉનમાંથી વધુ દોઢ કરોડ (750 ગ્રામ) MD મળી આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Sudhanshu pandey: વનરાજ એટલે કે સુધાંશુ પાંડે ના રિયલ દીકરા ને જોઈ રીલ દીકરા ને ભૂલ્યા લોકો, તસવીર જોઈ તમે પણ રહી જશો દંગ
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં પુણેમાં ડ્રગ્સનું વેચાણ ( Drugs Sale ) વધ્યું છે. દરમિયાન, પુણે પોલીસે 100 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડ્રગ્સની કિંમત સાડા ત્રણ કરોડથી વધુ હોવાની શક્યતા છે. રસપ્રદ વાત એ છે કે, અગાઉ 2023માં સાસૂન હોસ્પિટલના પરિસરમાં ડ્રગ્સ સ્મગલર અને તેના સાથીદારો પાસેથી રૂ. 152 કરોડનું MD જપ્ત કરવામાં આવ્યું હતું. તે પછી ડ્રગ કેસમાં આ સૌથી મોટી કાર્યવાહી હોવાનું કહેવાય છે.
