ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર
યુરોપીયન દેશો સહિત ૧૧ દેશોમાંથી આવતા તમામ નાગરિકોને ભારત સરકારની એસઓપી મુજબ એરપોર્ટના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમજ ગાંધીનગર જિલ્લામાં પ્રવેશ્યા બાદ ૧૧ દેશોમાંથી પરત આવેલા નાગરિકોને ફરજિયાત ૭ દિવસ સુધી હોમ ક્વોરોન્ટાઈન થવાનું રહેશે. અને આઠમાં દિવસે ઇ્ઁઝ્રઇ ટેસ્ટ કરાવવાનો રહેશે. જાે ટેસ્ટ નેગેટિવ હોય તો પણ ૭ દિવસ સુધી સેલ્ફ મોનિટરિંગ કરવાનું રહેશે. કલેક્ટરના જાહેરનામાની સીધી અસર એક મહિના પછી ગાંધીનગર મહાત્મા મંદિરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ પર થશે. જેમાં ૧૧ દેશોમાંથી આવતા મહેમાનોને પણ નિયમનું પાલન કરવાનું રહેશે. આ ૧૧ દેશોમાં યુનાઈટેડ કિંગડમ સહિત યુરોપીયન દેશો, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ચાઈના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે.ઓમિક્રોનનાપગપેસારાને લઈને રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. આ મામલે ગાંધીનગર કલેકટરે જાહેરનામું બહાર પાડયું છે. આ ગાઇડલાઇન પ્રમાણે ેંદ્ભ , બ્રાઝીલ સહિત ૮ દેશોમાંથી આવતા લોકોને હવે ક્વોરન્ટાઇન કરવામાં આવશે. ઇ્ઁઝ્રઇ ટેસ્ટ પોઝિટિવ આવશે તો હેલ્થ સેન્ટરમાં આવા તમામ લોકોને લઇ જવામાં આવશે. તો ટેસ્ટ નેગેટિવ આવશે તો ૮ દિવસ કવોરન્ટાઇન રહેવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. વ્યક્તિ જાતે ખર્ચો કરીને પણ રહી શકે છે. જેની માટે ૧ હોટેલની ફાળવણી કરાઈ છે. તો આવા લોકો માટે હોમ ક્વોરરન્ટાઇનની મંજૂરી આપવામાં આવી છે. આ માટે સરકારી વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે. અત્યાર સુધી ૧ ડિસેમ્બરથી ૮ પ્રવાસીઓ ગાંધીનગર રિસ્ક ઝોનમાંથી આવ્યા છે. તમામ લોકો ક્વોરન્ટાઈન છે. કોરોનાની ૩જી લહેરને ધ્યાનમાં લઇ ગાંધીનગરમાં આશકા હોસ્પિટલમાં ડેઝીગનેટ કરાઈ છે. આ મામલે ગાંધીનગર કલેકટર કુલદીપ આર્યાએ ંદૃ૯ સાથે વાતચીત કરી હતી. આવતા મહિને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ સમિટ ૨૦૨૨ યોજાવાની છે. તો બીજી તરફ ઓમિક્રોનનો ભય પણ તોળાઈ રહ્યું છે. આવામાં વાયબ્રન્ટમાં આવનારા મહેમાનોને ૭ દિવસ ક્વૉરન્ટાઈન થવું પડશે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ઈન્ટરનેશનલ અરાઈવલ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેને ધ્યાને લઈને ગાંધીનગર જિલ્લામાં ૧૧ દેશોમાંથી આવતા કોઈપણ નાગરિકને “ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ”ના ત્રિ-સૂત્ર સિદ્ધાંત અનુસાર રોગના દર્દીને વહેલામાં વહેલા શોધી સારવાર પર મુકવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.
ડ્રગ્સ પ્રકરણમાં સમીર વાનખેડે-નવાબ મલિક વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે થઈ નવી એન્ટ્રી; જાણો વિગત
