મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જૂના સાથી ભાજપ સાથે જોડાણ થવાની સંભાવનાને નકારી કાઢી છે.
મહાગઠબંધન અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ઠાકરેએ પત્રકારોને કહ્યું, "હું હજી પણ અજિત પવાર અને બાળાસાહેબ થોરાટ સાથે બેઠો છું. હું ક્યાંય નથી જતો."
ભાજપ સાથે 30 વર્ષના રાજકીય ઇતિહાસનો ઉલ્લેખ કરતાં સીએમ ઠાકરેએ કહ્યું કે, "જ્યારે ભાજપ સાથે 30 વર્ષમાં કંઈ થયું ન હતું, ત્યારે હવે કોઈ સંભાવના નથી."
મહારાષ્ટ્રના રાજકીય વર્તુળમાં અટકળો વચ્ચે, મુખ્યમંત્રીની ટિપ્પણીઓને નજીકના ભવિષ્યમાં ભાજપ સાથેના સંભવિત જોડાણની તમામ અટકળોને પૂર્ણવિરામ તરીકે જોવામાં આવી રહી છે.