Site icon

રવિવારે આ સંદર્ભે પુણેમાં જાહેરાત થઈ, પુણેનો નિર્ણય નાયબ મુખ્ય પ્રધાને લીધો, તો શું મહારાષ્ટ્રમાં બે મુખ્ય પ્રધાન છે? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

નાગરિકો અને રાજકીય પક્ષના દબાણ હેઠળ પુણેમાં લેવલ થ્રી હેઠળનાં નિયંત્રણોને હળવાં કરવાની જાહેરાત મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે કરી હતી. સામાન્ય રીતે રાજ્યમાં કોઈ પણ મોટી જાહેરાત મુખ્ય પ્રધાન દ્વારા જ કરવામાં આવતી હોય છે. પરંતુ રવિવારે પુણેમાં નિયંત્રણો હળવાં કરવાની જાહેરાત અજિત પવારે કરી હતી. એથી રાજ્યમાં શું બે મુખ્ય પ્રધાનો રાજ કરી રહ્યા છે? એવા સવાલો ચર્ચાઈ રહ્યા છે.

દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સરકારે તાબડતોબ લીધા આ પગલા ; જાણો વિગતે

રવિવારે સવારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પુણે સંદર્ભે જાહેરાત કરી હતી. અગાઉ તેઓ અનેક વખત પુણે જઈ આવ્યા હતા, ત્યાંની પરિસ્થિતિનો અહેવાલ પણ લીધો હતો. ત્યાર બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે પુણેમાં રાહત આપતી જાહેરાત કરી હતી. અજિત પવાર જોકે પુણેના પાલકપ્રધાન પણ છે. પાલકપ્રધાન હોવાને નાતે કદાચ તેમણે પુણેમાં નિયંત્રણો હળવાં કરવાની જાહેરાત કરી હોવાનું માનવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે રાજ્યમાં કોઈ પણ મોટા નિર્ણયની જાહેરાત મુખ્ય પ્રધાન દ્વારા જ કરવામાં આવતી હોય છે ત્યારે અજિત પવારે પુણેના સંદર્ભે કરેલી જાહેરાતથી રાજકીય સ્તરે લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાન નવાબ મલિક તેમ જ સોશિયલ વેલફેર ઍન્ડ રીહેબિલિટેશન મિનિસ્ટર વિજય વડેટ્ટીવાર દ્વારા અનલૉક અને લોકલ ટ્રેન સંદર્ભમાં જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ રાજકીય દબાણને પગલે બાદમાં આ બાબતે મુખ્ય પ્રધાન જ નિર્ણય લેશે કહીને તેમને ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવવું પડ્યું હતું.  એથી પુણેને લઈને અજિત પવારની જાહેરાતને પગલે મહાવિકાસ આઘાડી સરકારમાં પણ સબ સલામત નહીં હોવાનું માનવામાં આવે છે. રાષ્ટ્રવાદી અને શિવસેના બંને પોતાનું વર્ચસ્વ સાબિત કરવા મથી રહી છે, જેમાં કૉન્ગ્રેસ તો ક્યાંય પાછળ રહી ગઈ હોવાનું ચર્ચાય છે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version