ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીઝે આપેલી માહિતી મુજબ ગઈ ૨૪મી નવેમ્બરથી આ ડેરી ઉદ્યોગ ગૃહ પર રેડી પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન અઢી કરોડની જ્વેલરી સહિત એકંદર ૪૦૦ કરોડની માલ- મત્તા મળી આવી હતી. હજી કેટલાક બેન્ક લોકરો ખોલવાના બાકી છે. સીબીડીટી સત્તાવાળાએ આપેલી માહિતી મુજબ કરચોરી કરવામાં આવી છે તેને લાગતા પુરાવા તેમજ વાંધાજનક દસ્તાવેજાે હસ્તગત કરવામાં આવ્યા છે. જેમાં ખરીદીના બોગસ બિલો, બિનહિસાબી રોકડ રકમ, કેશ લોનના વ્યવહાર વગેરે ગેરરીતિ આચરવામાં આવી છે એ દર્શાવતા પુરાવા હાથ લાગ્યા છે. ઉપરાંત ઢોરના મૃત્યુને લીધે થયેલા નુકસાનના ખોટા દાવા પણ કરવામાં આવ્યા હતા. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ડેરી ગુ્રપે ટેક્સમાંથી બાદ મેળવવા માટેના અલગ હિસાબી ચોપડા પણ નહોતા રાખ્યા.આવકવેરા ખાતાની ટીમે પુણેના એક ડેરી ઉદ્યોગ ગુ્રપ પર રેડ પાડીને ૪૦૦ કરોડ રૃપિયાની બિનહિસાબી મતા પકડી પાડી હતી. ડેરી ફાર્મીંગ અને દુગ્ધજન્ય ઉત્પાદન કરતા આ ગ્રુપની છ શહેરોમાં આવેલી ઓફિસો તલાશી લેવામાં આવતા જંગી કરચોરી પકડાઈ હતી.
માત્ર 24 કલાક અને આ દેશ માં ઓમિક્રોનના કેસ ડબલ થઈ ગયા. જાણો વિગત