Site icon News Continuous Bureau | Mumbai

Gujarat Hospital Medical Stores: હવે ગુજરાતમાં હોસ્પિટલોની મનમાની નહીં ચાલે! ઇન હાઉસ મેડીકલ સ્ટોરમાંથી દવા લેવી ફરજિયાત નહીં, સંચાલકોને લગાવું પડશે આ સાઈન બોર્ડ..

Gujarat Hospital Medical Stores: ગુજરાતમાં આવેલ હોસ્પિટલો ખાતે આવેલ ઇન હાઉસ મેડીકલ સ્ટોર પર-“આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા બાબત.

It is not mandatory to take medicine from in house medical store in Gujarat Hospitals

It is not mandatory to take medicine from in house medical store in Gujarat Hospitals

News Continuous Bureau | Mumbai 

Gujarat Hospital Medical Stores: ગુજરાતના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. 

Join Our WhatsApp Channel

 ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયા જણાવે છે કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ  રાજ્યમાં ( Gujarat Government ) આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ ( Gujarat Hospitals ) જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે. 

આ સમાચાર પણ વાંચો: Kendriya Vidyalaya Ahmedabad: હન્ટ ડિઝાઇન પ્રદર્શનમાં કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટનું ઉત્તમ પ્રદર્શન,વિદ્યાર્થીઓને એનાયત કરાયા સ્કોલરશિપ પ્રમાણપત્રો..

 જેથી જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડીકલ સ્ટોરના ( Hospitals In house Medical Stores ) સંચાલકોને -“આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ છે. જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડીકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version