Site icon

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી

મુંબઈ:હિન્દી ફિલ્મ જગતના પીઢ અભિનેતા જેકી શ્રોફ એ મંત્રાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રકાશ આબિટકર ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે રક્તના આનુવંશિક રોગ 'થેલેસેમિયા' વિશે સમાજમાં જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકારને સહકાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Thalassemia Mukt Maharashtra 'થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર' અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ;

Thalassemia Mukt Maharashtra 'થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર' અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ;

News Continuous Bureau | Mumbai

Thalassemia Mukt Maharashtra મુંબઈ હિન્દી ફિલ્મ જગતના પીઢ અભિનેતા જેકી શ્રોફ એ મંત્રાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રકાશ આબિટકર ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે રક્તના આનુવંશિક રોગ ‘થેલેસેમિયા’ વિશે સમાજમાં જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકારને સહકાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જેકી શ્રોફ છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ મારફતે થેલેસેમિયાના મુદ્દા પર સતત કાર્યરત છે અને આ રોગ વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે તેમણે અનેક કાર્યક્રમો પણ કર્યા છે.
આરોગ્ય મંત્રી પ્રકાશ આબિટકર એ જણાવ્યું હતું કે, આ ગંભીર રોગને હરાવવા માટે સમાજના તમામ વર્ગો, સેવાભાવી સંસ્થાઓ, પ્રતિષ્ઠિત નાગરિકો અને તબીબી ક્ષેત્રના નિષ્ણાતોએ એકસાથે મળીને કામ કરવું અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ અભિયાનને ‘લોકચળવળ’ નું સ્વરૂપ મળવું જોઈએ અને સામાન્ય લોકોમાં આ રોગ વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવી જોઈએ.
આ મુલાકાત દરમિયાન રાજ્ય સરકારના ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાન માટે અભિનેતા જેકી શ્રોફની સદ્દભાવના દૂત (ગુડવિલ એમ્બેસેડર) તરીકે નિમણૂક કરવા અંગે અનૌપચારિક ચર્ચા પણ થઈ હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર

આ બેઠકમાં રાજ્ય રક્ત સંક્રમણ પરિષદના ડૉ. પુરુષોત્તમ પુરી, નાયબ મુખ્યમંત્રી તબીબી સહાયતા કક્ષના પ્રમુખ મંગેશ ચિવટે, ગજેન્દ્રરાજ પુરોહિત અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Shiv Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ‘શિવસેનાના ૨૨ ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર’ – આદિત્ય ઠાકરેનો ધમાકો, શિંદે જૂથ ભડક્યું!
Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિનો મોટો નિર્ણય: ભાજપ અને શિવસેના સાથે મળીને લડશે મહાનગરપાલિકાની ચૂંટણી, પક્ષપલટાને લઈને પણ બન્યો નિયમ, જાણો સંપૂર્ણ વિગત
Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Exit mobile version