Site icon

જેલમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને ‘મસાજ’ સર્વિસ, BJPનો વીડિયો વાયરલ. હવે થઈ બબાલ. તમે પણ વિડિયો જુઓ.

 News Continuous Bureau | Mumbai

દિલ્હીના મુખ્યમંત્રી (Delhi Chief Minister) અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) સહયોગી મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) હાલ તિહાર જેલમાં (Tihar Jail) છે. EDએ અગાઉ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેને જેલમાં તમામ સુવિધાઓ મળી રહી છે. ભાજપે (BJP)  હવે તેમને ‘મસાજ’ સેવા અપાતી હોવાનો વીડિયો વાયરલ (Video viral) કર્યો છે. ભાજપ દ્વારા સર્ક્યુલેટ કરવામાં આવેલા વીડિયોમાં એક વ્યક્તિ જૈનની પીઠ અને પગમાં મસાજ જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં, લોકોનું એક જૂથ જૈન સાથે તેના સેલમાં વાતચીત કરતા જોવા મળે છે અને એક વ્યક્તિ તેના પગમાં તેલથી માલિશ કરતો જોવા મળે છે.

Join Our WhatsApp Community

આમ આદમી પાર્ટીએ (AAP) આ વિડિયો અંગે પોતાના ખુલાસામાં કહ્યું છે કે સત્યેન્દ્ર જૈનની એક્યુપંક્ચર પદ્ધતિથી સારવાર (Acupuncture treatment)  કરવામાં આવી રહી છે અને તેના માટે તેણે કોર્ટની પરવાનગી લીધી છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી (Health Minister of Delhi)  સત્યેન્દ્ર જૈન પર કોલકાતાની એક કંપની સાથે હવાલા મારફતે નાણાંકીય વ્યવહાર (Financial transactions) કરવાનો આરોપ છે. EDએ તેમના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા જેમાં રૂ. 2 કરોડ અને 1.8 કિલો સોનું રિકવર કર્યું હતું. આ દરોડા પહેલા ઈડીએ જૈન પાસેથી 4.81 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં વરલીના કોલીવાડા બીચમાં ન્હાવા ઉતરેલા 5 બાળકો તણાયા, આટલાના ડૂબી જવાથી મોત

જૈન પર આરોપ છે કે તેણે દિલ્હીમાં બોગસ કંપનીઓ બનાવી અને તેના આધારે લગભગ રૂ. 16.91 કરોડનું કાળું નાણું સગેવગે કર્યું. સત્યેન્દ્ર જૈન પર પણ તિહાર જેલમાં છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરનો આરોપ હતો. લેફ્ટનન્ટ ગવર્નરને લખેલા પત્રમાં સુકેશે કહ્યું હતું કે તે જેલમાં વધુ સારી સુવિધાઓ માટે સત્યેન્દ્ર જૈનને દર મહિને 2 કરોડ રૂપિયા ચૂકવે છે.

Bhutan: હવે ટ્રેન થી જઈ શકાશે ભૂટાન…, પડોશી દેશના આ બે શહેરો સુધી મળશે રેલ કનેક્ટિવિટી
Tomahawk Missile: 450 કિલો વોરહેડ, 2500 કિલોમીટર રેન્જ; યુક્રેનને અમેરિકા આપશે ટોમહોક મિસાઇલ, જાણો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે શું કરી જાહેરાત
Gold Prices: નવરાત્રીની વચ્ચે સોના-ચાંદીના ભાવ માં થયો અધધ આટલો વધારો, જાણો આજે ૨૯ સપ્ટેમ્બરના તમારા શહેરના ભાવ
Stock Market: સપ્તાહના પહેલા દિવસે બજારમાં ઉછાળો, સેન્સેક્સ 330 અંક ચઢ્યો, નિફ્ટી થયો આટલા ને પાર
Exit mobile version