ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાં બંધ રામપુરથી સપા સાંસદ આઝમ ખાનનું સ્વાસ્થ્ય અચાનક બગડી ગયું છે.
આઝમ ખાનને શ્વાસ લેવામાં તકલીફ થતા લખનઉંની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સપા સાંસદનું ઓક્સીજન લેવલ 88 સુધી પહોચી ગયુ છે. ઓક્સિજન લેવલ ઓછુ હોવાને કારણે તેમણે લખનઉં રેફર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા જ તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
