Jalgaon Ambulance Blast: ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમાં આગ લાગી, પછી થયો જોરદાર વિસ્ફોટ… જુઓ વિડિયો.. 

Jalgaon Ambulance Blast Oxygen Cylinder Explodes After Fire Breaks Out in Ambulance in Jalgaon
Jalgaon Ambulance Blast Oxygen Cylinder Explodes After Fire Breaks Out in Ambulance in Jalgaon

News Continuous Bureau | Mumbai

Jalgaon Ambulance Blast: મહારાષ્ટ્રના જલગાંવમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ છે.  અહીં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એટલું જ નહીં આ આગને કારણે એમ્બ્યુલન્સમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં એટલો જોરદાર વિસ્ફોટ થયો કે તેના ટુકડા થઈ ગયા. એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાને કારણે વિસ્તારના કેટલાક ઘરોની બારીઓ પણ તૂટી ગઈ હતી.   આ દુર્ઘટના ત્યારે થઇ જ્યારે એક ગર્ભવતી મહિલા દર્દીને એરંડોલ સરકારી હોસ્પિટલથી જલગાંવ જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી રહી હતી.

Jalgaon Ambulance Blast: જુઓ વિડીયો 

 

Jalgaon Ambulance Blast: એમ્બ્યુલન્સમાં આગ લાગી, પછી જોરદાર વિસ્ફોટ થયો

મળતી માહિતી મુજબ એમ્બ્યુલન્સના એન્જિનમાંથી શરૂઆતથી જ ધુમાડો નીકળી રહ્યો હતો. એન્જીનમાંથી ધુમાડો નીકળતો જોઈને એમ્બ્યુલન્સ ડ્રાઈવર સતર્ક થઈ ગયો અને બધાને બહાર કાઢ્યા. એટલે આ ઘટનામાં કોઈ જાનહાની ના અહેવાલ નથી. દરમિયાન વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એમ્બ્યુલન્સમાં આગ લાગી છે અને ત્યાં હાજર ઘણા લોકો છે જે વીડિયો રેકોર્ડ કરી રહ્યા છે. બીજી તરફ એક જોરદાર વિસ્ફોટ જોવા મળે છે, જેના પછી ચારે તરફ ભયંકર પ્રકાશ ફેલાઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai News : મુસાફરી થશે વધુ સરળ.. હવે નરીમાન પોઈન્ટથી માત્ર 35-40 મિનિટમાં પહોંચી જવાશે વિરાર, જાણો શું છે પ્લાન..

Jalgaon Ambulance Blast: એમ્બ્યુલન્સના ટુકડા થઈ ગયા 

વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે આખી એમ્બ્યુલન્સના ટુકડા થઈ ગયા હતા અને નજીકના ઘરોની બારીઓ તૂટી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા મહારાષ્ટ્રના મુંબઈમાં પણ એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. વાસ્તવમાં, મુંબઈના ગોરાઈ બીચ પર એક સડી ગયેલા મૃતદેહના 7 ટુકડાઓ મળી આવ્યા છે, જેનાથી આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસને અહીં પ્લાસ્ટિકની કોથળીમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી. મૃતદેહની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!