ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35A હટાવ્યા બાદ રાજ્યની સ્થિતિમાં સુધારા પર કેન્દ્ર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે.
કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા સરકારે રાજ્યસભામાં જણાવ્યું કે કલમ 370 નાબૂદ થયા બાદ ઘાટીમાંથી કોઈ કાશ્મીરી પંડિત કે હિન્દુઓનું સ્થળાંતર થયું નથી.
આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળોએ અલગ-અલગ ઓપરેશન અને એન્કાઉન્ટરમાં 366 આતંકીઓને ઠાર કર્યા છે.
સાથે જ અત્યાર સુધીમાં 96 નાગરિકોના મોત થયા છે, જ્યારે 81 સુરક્ષા દળોના જવાનો શહીદ થયા છે.
અપને જણાવી દઈએ કે આ આંકડા નવેમ્બર 2021ના છે.
ડિજિટલ ભારત: યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ચાર વર્ષમાં થયો 70 ગણો વધારો
