News Continuous Bureau | Mumbai
Jamnagar:જામનગર શહેરી વિસ્તારમાં 290 થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ તથા 1550 નાગરિકોનું સુરક્ષિત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાયું હતું. .જામનગર શહેરમાં પણ છેલ્લા પાંચ દિવસમાં 1159 એમ.એમ. જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે ત્યારે શહેરીજનોને ઓછામાં ઓછી હાલાકી પડે તેમજ જનજીવન પૂર્વવત થાય તે માટે જિલ્લા પ્રશાસન કાર્યરત છે. હાલ સ્થળાંતરિત કરાયેલ તથા અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને મુશ્કેલી ન પડે તે હેતુથી ૧.૪૦ લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવેલ છે. હાલ વરસાદ બંધ થવાના કારણે શહેરમાંથી વરસાદી પાણી ઓસરતા ૧૪ જેટલા જે.સી.બી. અને પ ટ્રેકટરની મદદથી નીચાણવાળા વિસ્તારોમાં કાદવ કીચડ દુર કરવા સહીતની સફાઈ કામગીરી તેમજ પડી ગયેલ વૃક્ષો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જામનગર શહેરમાં જનજીવન પૂર્વવત કરવા મહાનગરપાલિકા દ્વારા અનેક મોરચે કાર્યવાહી-#Jamnagar #rains #MunicipalCorporation #Jamnagarcity #foodpackets pic.twitter.com/XKy9upUmvA
Join Our WhatsApp Community — news continuous (@NewsContinuous) August 30, 2024
શહેરમાં 290 થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ તથા 1550 નાગરિકોનું સ્થળાંતર
– જામનગર શહેરમાં જનજીવન પૂર્વવત કરવા મહાનગરપાલિકા દ્વારા અનેક મોરચે કાર્યવાહી
– શહેરી વિસ્તારમાં 290 થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ તથા 1550 નાગરિકોનું સ્થળાંતર
– અસરગ્રસ્ત વિસ્તારોમાં 1.40 લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરાયા
– નીચાણવાળા વિસ્તારોમાં કાદવ કીચડ દુર કરવા સહીતની સફાઈ કામગીરી પુરજોશમાં
– અલગ અલગ ટીમ બનાવી સફાઇ કામગીરી પણ વિવિધ વિસ્તારોમાં શરૂ કરાઈ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.