News Continuous Bureau | Mumbai
Jamnagar: આજકાલ યુવાનો સોશિયલ મીડિયા (Social Media)પર ફેમસ થવા માટે રીલ (reel)બનાવે છે. તેઓ રીલ બનાવવા માટે ઘણી વખત જીવને જોખમ(LIfe at risk) માં મૂકી દેતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો કે આ દિવસોમાં લોકો પર રીલનું ભૂત કેવી રીતે ચડી ગયું છે. વીડિયો ગુજરાતના જામનગર(Jamnagar) ના બેડી-બંદરનો છે. જ્યાં કેટલાક લોકો રસ્તા વચ્ચે ગરબા(Garba) કરવા લાગ્યા હતા.
જુઓ વિડીયો
जामनगर :
बेड़ी बंदरगाह को जोड़ती सड़क पर गरबा खेलने की रील बनानी पड़ी भारी,Join Our WhatsApp Community सोशल मीडिया में रील वायरल होने के बाद जामनगर पुलिस ने की कारवाही,
जामनगर पुलिस ने गरबा क्लास के संचालकों को रोड सेफ़्टी के नियमों के उल्लंघन में गिरफ़्तार किया. pic.twitter.com/HNvCWfhD0m
— Janak Dave (@dave_janak) July 25, 2023
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે 12-13 લોકોનું ગ્રુપ એક બીજાની પાછળ ઊભું છે અને એક લાઈનમાં ગરબા ડાન્સ કરી રહ્યું છે. તેનું સંપૂર્ણ ધ્યાન રસ્તાની વચ્ચે ડાન્સ કરવા પર છે. આ સમયે જો કોઈ વાહન વધુ સ્પીડમાં આવે તો તેમનું શું થશે તેની તેમને પરવા નથી.
આ સમાચાર પણ વાંચો : Income Tax Notice: ઈન્કમ ટેક્સ વિભાગે આ કારણસર 1 લાખ લોકોને પાઠવી નોટીસ… નાણામંત્રીએ આપી માહિતી.. જાણો IRT ફાઈલ કરવાની અંતિમ તારીખ શું છે..
વાયરલ વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી
આ વિડીયો વાયરલ થયા બાદ જામનગર પોલીસે “રાસ રસીયા ગરબા કલાસીસ”ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસે પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે જામનગર બેડી બંદરના મધ્ય રોડ પર યુવક મંડળની ગરબા પ્રેક્ટિસનો વિડીયો સામે આવ્યો છે અને જામનગર પોલીસ દ્વારા ‘રાસરસીયા ગરબા ક્લાસીસ’ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ લોકો અમદાવાદના ઈસ્કોન બ્રિજની ઘટનાને ભૂલી ગયા
તાજેતરમાં જ ગુજરાતના અમદાવાદમાં જ એક ઝડપી કાર રસ્તા પર ઉભેલી ભીડ પર ચડી ગઈ હતી. જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકો ઘાયલ થયા. તેમ છતાં તે ઘટનામાંથી રીલ બનાવનારા લોકોએ કોઈ બોધપાઠ લીધો નથી. શું રીલ્સ લાર્જર ધેન લાઈફ? શું તમે તેના વિના કામ કરી શકતા નથી? જે લોકો માત્ર થોડા વ્યુ અને લાઈક્સ માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે.
