Site icon

નવજાત મૃત્યુદર ઘટાડતી અને સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરતી Janni Suraksha Yojana ‘જનની સુરક્ષા યોજના’

બી.પી.એલ કાર્ડધારક અને અનુસુચિત જાતિ-જનજાતિના સગર્ભાઓને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૭૦૦ અને શહેરી વિસ્તારમાં રૂ.૬૦૦ સહાય મળવાપાત્ર

Jani Suraksha Yojana to reduce neonatal mortality and provide safe motherhood

નવજાત મૃત્યુદર ઘટાડતી અને સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરતી ‘જનની સુરક્ષા યોજના’

News Continuous Bureau | Mumbai 

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવજાત મૃત્યુદર ઘટાડતી અને સુરક્ષિત માતૃત્વ પ્રદાન ( motherhood ) કરતી ‘જનની સુરક્ષા યોજના’ ( Janni Suraksha Yojana ) અમલી છે. જે હેઠળ બી.પી.એલ કાર્ડ ધારક અને અનુસુચિત જાતિ-જનજાતિના મહિલાઓને સગર્ભાવસ્થા દરમિયાન પોષણયુક્ત ખોરાક, પ્રસુતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય કોઈ ખર્ચને પહોંચી વળવા માટે સગર્ભાવસ્થાનાં છેલ્લા ત્રણ મહિનાના સમયગાળામાં ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૭૦૦ અને શહેરી વિસ્તારમાં રૂ.૬૦૦ સહાય મળવાપાત્ર છે.

Join Our WhatsApp Community

યોજનાનો લાભ લેવા માટે સગર્ભાઓએ સ્ત્રી/આરોગ્ય કાર્યકર પાસે ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. અરજી સમયે બી.પી.એલ કાર્ડ અથવા આવકનો પુરાવો રજુ કરવાનો રહેશે. બી.પી.એલ કાર્ડ ન ધરાવતા અરજીકર્તાઓએ વિસ્તારના તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. યોજનાની સહાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  તા.૨ થી ૫ સપ્ટેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય પોષણ માહ’ અંતર્ગત’વિશિષ્ટ સ્તનપાન અને પૂરક ખોરાક’થીમ આધારિત ઉજવણી કરવામાં આવી

 

VibrantGujarat: ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન
Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે
Wildlife Week 2025: ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે ૦૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-૨૦૨૫’ ઉજવાશે
AGM: મહારાષ્ટ્રમાં સહકારી હાઉસિંગ સોસાયટીઓ માટે વાર્ષિક સાધારણ સભા ની સમયમર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ
Exit mobile version