ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુલાઈ 2020
કાનપુરના ચૌબેપુર ખાતે એન્કાઉન્ટરમાં શહીદ થયેલા પોલીસ કર્મચારીઓની શહાદતનો બદલો લેવા માટે કાનપુર પ્રશાસને કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેના ગેરકાયદે બનેલા કિલ્લા જેવા મકાનને એના જ બુલડોઝર જમીનદોસ્ત કર્યું છે એઆ દ્વારા તેણે પોલીસનો રસ્તો રોક્યો હતો..જ્યારે એના આંગણે ઉભેલી એક ગાડી અને ટ્રેક્ટર ને JCB મશીન દ્વારા કચડી નાખવામાં આવ્યાં છે.. પોલીસે વિકાસ દુબેના પિતા રામકુમાર દુબેને પણ કસ્ટડીમાં લીધા છે. આ સાથે વિકાસના તમામ બેંક ખાતાઓ સીલ કરી દેવાયા છે. પોલીસ વિકાસની તમામ મિલકતોની તપાસ કરી રહી છે.
વિનય દુબે સામે 60 જેટલા ક્રિમિનલ કેસો પોલીસ ચોપડે નોંધાયેલા છે. આથી તેને પકડવા માટે 25 પોલીસોની એક ખાસ ટીમ બનાવી છે
પોલીસોની હત્યાથી રોષે ભરાયેલાં CM યોગીએ, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશના DGP સહિત અત્યારે હાઇ લેવલ મીટિંગ બોલાવી છે. જેમાં રાજ્યના કાયદા અને કાનૂન વ્યવસ્થાની સમીક્ષા કરાશે.
આ ઉપરાંત "ઓપરેશન ઓલ આઉટ 2.0' ના આદેશ આપવામાં આવ્યા છે.. ઉલ્લેખનીય છે કે સીએમ યોગીએ રાજ્યના વડા ડી.જી.પી ને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે દરેક જિલ્લાના અપરાધીઓની એક લિસ્ટ તૈયાર કરવામાં આવે, અને દરેક જિલ્લાની સમીક્ષા પણ ડીજીપી ખુદ કરશે. આ દરમિયાન દરેક જિલ્લાના હિસ્ટ્રીશીટર અને કુખ્યાત બદમાશો વિરુદ્ધ ઓપરેશન ક્લીન ચાલુ કરાશે. અને કાનપુર કાંડ બાદ અપરાધી અને માફિયાઓ વિરોધ પણ ઓપરેશન 2.0 અંતર્ગત કાર્યવાહી કરવાના આદેશ યોગી એ આપી દીધા છે..
નોંધનીય છે કે ગુરુવારે મોડી રાત્રે વિકાસ દુબેને પકડવા ગયેલી ટીમે ચારે બાજુથી ઘેરાયેલા બિકારુ ગામમાં તેના સાથીઓ દ્વારા હુમલો કર્યો હતો. જેમાં એક સીઓ સહિત આઠ પોલીસ જવાન શહીદ થયા હતા. સીએમ યોગીએ આ કેસમાં ગુનેગારો પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
