Site icon

ઝારખંડના મુખ્યમંત્રીને ઝટકો- ચૂંટણી પંચના આ નિર્ણયથી મુખ્યમંત્રીની ખુરશી સામે હવે લટકતી તલવાર

News Continuous Bureau | Mumbai

ઝારખંડના મુખ્યમંત્રી(Jharkhand CM) હેમંત સોરેનને(Hemant Soren) તેમની મુખ્યમંત્રી પદ(Chief Minister post) ગુમાવવાની નોબત આવી છે. ચૂંટણી પંચે(Election Commission) તેમનું વિધાનસભાનું સભ્યપદ(Membership of Assembly) રદ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. મળેલ માહિતી અનુસાર, ગેરકાયદે ખનન કેસમાં(illegal mining cases) તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. અગાઉ આ જ કેસમાં તેમના નજીકના વેપારી પ્રેમ પ્રકાશની(Businessman Prem Praksh) ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

હેમંત સોરેનની સદસ્યતા રદ કરવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ મિડિયામાં આવેલા અહેવાલ અનુસાર, હેમંત સોરેનની સદસ્યતા રદ કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે(Central Election Commission) રાજ્યપાલને(Governor) પત્ર મોકલ્યો છે. ખાણને પોતાને નામે કરવાના કેસમાં ચૂંટણી પંચે સોરેનની સભ્યપદ રદ કરવાની ભલામણ કરી છે.

આ સમાચાર પણ વાંચો : તો નક્કી- BMCમાં 236 નહીં પણ આટલા જ વોર્ડ રહેશે- મહારાષ્ટ્ર વિધાનસભાએ મંજૂર કર્યો આ ઠરાવ

રાજ્યના રાજ્યપાલ રમેશ બૈસ(Ramesh Bais) હવે દિલ્હી જવા રવાના થઈ ગયા છે. લગભગ 3 વાગ્યા સુધીમાં તેને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવશે એવું માનવામાં આવે છે.

ભારતીય જનતા પાર્ટીએ(BJP) સોરેને  પોતાને જ પથ્થરની ખાણ (Stone quarry) લીઝ પર ફાળવી હોવાનનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ તેને ભ્રષ્ટાચાર (Corruption) ગણાવીને સોરેનની સદસ્યતા રદ કરવાની માંગ કરી હતી. નોંધનીય છે કે રાજ્ય કેબિનેટમાં (State Cabinet) માઇનિંગ-ફોરેસ્ટ મંત્રાલય (Ministry of Mining-Forests) મુખ્યમંત્રી સોરેનની પાસે છે.

ઝારખંડમાં સરકાર ચલાવી રહેલા ઝારખંડ મુક્તિ મોરચામાં હેમંત સોરેનના વિકલ્પ પર ચર્ચા ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે સોરેનની પત્ની, ભાઈ અથવા પરિવારના અન્ય કોઈ સભ્યને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. ભાજપનો દાવો છે કે હેમંત સોરેન તેમની પત્ની કલ્પના સોરેનને(કલ્પના સોરેનને) મુખ્યમંત્રી બનાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : બિલ્કિસ બાનો કેસ- દોષિતોને છોડી મૂકવા અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકારી નોટિસ- હવે આ દિવસે થશે સુનાવણી 

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version