Site icon News Continuous Bureau | Mumbai

Jharkhand: ઓવરહેડ વાયર તુટતાં ટ્રેન ચાલકે લગાવી ઇમરજન્સી બ્રેક, 2 ના મોત.. જાણો શું છે આ મામલો…વાંચો વિગતે અહીં..

Jharkhand: ઝારખંડના કોડરમા જિલ્લામાં એક દુ:ખદ ટ્રેન અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ટ્રેક ઉપર ઓવરહેડ વાયર તૂટવાને કારણે ટ્રેન ચાલકે અચાનક ઇમરજન્સી બ્રેક લગાવવી પડી હતી. આ બ્રેકના કારણે લાગેલા આંચકાને કારણે ટ્રેનમાં સવાર બે મુસાફરોના મોત થયા છે.

Railway news : Block will be implemented in North Eastern Railway, these two trains will be affected.

Railway news : Block will be implemented in North Eastern Railway, these two trains will be affected.

News Continuous Bureau | Mumbai 

Jharkhand: ઝારખંડ (Jharkhand) ના કોડરમા (Koderma) જિલ્લામાં એક દુ:ખદ ટ્રેન અકસ્માત (Train Accident) ના સમાચાર સામે આવ્યા છે. ટ્રેક ઉપર ઓવરહેડ વાયર તૂટવાને કારણે ટ્રેન ચાલકે અચાનક ઇમરજન્સી બ્રેક (Emergency Break) લગાવવી પડી હતી. આ બ્રેકના કારણે લાગેલા આંચકાને કારણે ટ્રેનમાં સવાર બે મુસાફરોના મોત થયા છે. આ ઘટના પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ સાથે બની હતી. દુર્ઘટના સમયે ટ્રેન દિલ્હી તરફ જઈ રહી હતી.

Join Our WhatsApp Channel

પૂર્વ મધ્ય રેલવેના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, ટ્રેન દુર્ઘટનાની આ ઘટના ગોમોહ અને કોડરમા રેલવે સ્ટેશન વચ્ચે પરસાબાદ પાસે બપોરે 12.05 વાગ્યે બની હતી. પુરૂષોત્તમ એક્સપ્રેસના ડ્રાઈવરે ઓવરહેડ ઈલેક્ટ્રીક વાયર તૂટ્યા બાદ ઈમરજન્સી બ્રેક લગાવી હતી. આ જ ક્ષણે જોરદાર આંચકો આવ્યો હતો જેના કારણે બે લોકોના મોત થયા હતા.

કેવી રીતે થયો અકસ્માત?

ધનબાદ રેલવે ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અમરેશ કુમારે જણાવ્યું હતું કે, ‘વીજ પુરવઠો અચાનક બંધ થઈ જતાં ટ્રેનને રોકવા માટે ઈમરજન્સી બ્રેક લગાવવામાં આવી હતી અને આંચકાને કારણે બે લોકોના મોત થયા હતા.’ જ્યારે અકસ્માત થયો ત્યારે ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી.

કુમારે કહ્યું કે કોડરમા-ગોમો સેક્શનમાં થયેલા અકસ્માત બાદ ECRના ધનબાદ રેલવે ડિવિઝન હેઠળની ગ્રાન્ડ ચોર્ડ લાઇન પર ટ્રેનોની અવરજવર ચાર કલાકથી વધુ સમય માટે રોકી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે પુરૂષોત્તમ એક્સપ્રેસને અકસ્માત સ્થળથી ડીઝલ એન્જિન દ્વારા ગોમો સુધી લાવવામાં આવી હતી અને પછી ઇલેક્ટ્રિક એન્જિન દ્વારા દિલ્હી મોકલવામાં આવી હતી.

 

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version