Site icon

જિયો ગુજરાતમાં સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

અમદાવાદ

Join Our WhatsApp Community

22 ફેબ્રુઆરી 2021

જિયો 4.5 વર્ષથી ઓછા સમયગાળામાં ગુજરાતમાં સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ છે અને ગુજરાતમાં સબસ્ક્રાઇબરની દ્રષ્ટિએ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ડિસેમ્બર, 2020માં પૂર્ણ થયેલા મહિના માટે જાહેર કરેલા સબસ્ક્રાઇબરના આંકડા મુજબ, જિયોએ ગુજરાતમાં 3.36 લાખ મોબાઇલ નંબર ઉમેર્યા હતા અને સર્કલમાં કુલ 2.54 કરોડ સબસ્ક્રાઇબર સાથે સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ હતી.

જિયોએ સપ્ટેમ્બર, 2016માં એની સેવાઓ શરૂ કરી હતી અને ડિસેમ્બર, 2020ના અંત સુધીમાં સર્કલમાં ટોચનું સ્થાન મેળવી લીધું હતું. ટ્રાઇના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આશરે 25 વર્ષ સુધી સર્કલમાં લીડર રહેલી વોડાફોન આઇડિયાએ ડિસેમ્બર, 2020માં આશરે 1.62 લાખ સબસ્ક્રાઇબર ગુમાવ્યા હતા, જેના પગલે એ કુલ 2.50 કરોડ સબસ્ક્રાઇબર સાથે બીજા સ્થાને સરકી ગઈ હતી. 

લાંબા સમય અગાઉ જિયો રાજ્યમાં આવકની દ્રષ્ટિએ 45 ટકા હિસ્સા સાથે સૌથી વધુ આવક કરતી ઓપરેટર બની હતી. અત્યારે જિયો રાજ્યમાં સૌથી વધુ 37.51 ટકા ગ્રાહકો સાથે સૌથી મોટી ઓપરેટર બની ગઈ છે. 

જિયો ઉપરાંત ડિસેમ્બર, 2020માં એકમાત્ર એરટેલએ રાજ્યમાં 2.25 લાખ સબસ્ક્રાઇબર ઉમેરીને પોઝિટિવ વૃદ્ધિ કરી હતી. 1.14 કરોડ ગ્રાહકો સાથે એરટેલ 16.88 ટકા ગ્રાહકો ધરાવે છે. સરકારી માલિકીની ટેલીકોમ કંપની બીએસએનએલએ આ ગાળામાં આશરે 2.20 લાખ ગ્રાહકો ગુમાવ્યાં હતાં. ડિસેમ્બર, 2020ના અંત સુધીમાં બીએસએનએલ સર્કલમાં 58.91 લાખ ગ્રાહકો સાથે 8.69 ટકા ગ્રાહકો ધરાવતી હતી. 

જિયો અને એરટેલની કામગીરીને પગલે ગુજરાતમાં મોબાઇલ નંબરોમાં 2.09 લાખનો ચોખ્ખો વધારો થયો હતો, જેના પગલે ગુજરાતમાં ડિસેમ્બર, 2020માં મોબાઇલ સબસ્ક્રાઇબર્સનો આંકડો 6.77 કરોડ થયો છે. ગુજરાતમાં કુલ સબસ્ક્રાઇબરમાં જિયો અને વોડાફાન આઇડિયા સંયુક્તપણે 74.42 ટકા હિસ્સો ધરાવે છે. રાષ્ટ્રીય સ્તરે પણ ડિસેમ્બરમાં એરટેલ અને જિયોના નવા ગ્રાહકોમાં ચોખ્ખો વધારો થયો હતો. એમાં જિયોને 4.78 લાખ નવા ગ્રાહકો મળ્યાં હતાં.

Congress resignation: મહારાષ્ટ્ર રાજકારણ: કલ્યાણમાં કોંગ્રેસના અનેક નેતાઓના સામૂહિક રાજીનામા, નિકાય ચૂંટણી પહેલાં પાર્ટીમાં ભંગાણ
Nashik Kumbh Mela 2027: નાશિક કુંભમેળા માટે બોધચિહ્ન ડિઝાઇન સ્પર્ધા જાહેર; પ્રથમ પારિતોષિક 3 લાખ
Delhi Blast: રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર: દિલ્હી બ્લાસ્ટમાં નકલી IAS, પાક આર્મી અને ₹૧૯ કરોડના ચેકનું મહારાષ્ટ્ર કનેક્શન!
Delhi Dwarka Encounter: નાર્કોટિક્સ ટીમની સફળતા: દ્વારકામાં ગેંગસ્ટરને પકડવા માટે ઓપરેશન, એન્કાઉન્ટરમાં બદમાશ ઘાયલ.
Exit mobile version