ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૩ એપ્રિલ 2021
શુક્રવાર
એક તરફ મંદી પોતાના પગ મજબૂત કરી રહી છે ત્યારે જમ્મુ કાશ્મીર માટે સારા સમાચાર આવ્યા છે. ભારત દેશની 400 કંપનીઓ કાશ્મીરમાં ૨૩ હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાંથી ધારા 370 ખસી ત્યારબાદ કાશ્મીરમાં હવે કોઈ પણ કંપની જમીન ખરીદી શકે છે. જોકે કાશ્મીર નો વિકાસ કઈ રીતે થવો જોઈએ તે સંદર્ભે કેન્દ્ર સરકારે એક મોટો પ્લાન બનાવ્યો. તેમજ અનેક વિસ્તારો ની જમીન ના બ્લોક્સ બનાવવામાં આવ્યા. હવે આ જમીન અલગ-અલગ કંપનીઓને આપવામાં આવશે તેમજ તેઓ કાશ્મીરમાં રોકાણ કરી સ્થાનીય લોકોને રોજગાર આપશે.
amazon, flipkart, સહિતની, કૃષિ પર્યટન, આઇટી, હસ્તકલા, ફૂડ પ્રોસેસિંગ, ફાર્મા અને સ્કિલ ડેવલપમેન્ટ કંપની કાશ્મીર માં કામ કરવા માંગે છે