Site icon

જેએનયુ વિરોધી રેલીમાં ભાગ લેવુ મોંઘુ પડયું.. કાર્યકરને મહારાષ્ટ્ર પોલીસે 50 લાખની ગેરંટી નોટિસ મોકલી..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

31 ઓગસ્ટ 2020

મુંબઇમાં આયોજિત એક રેલીમાં ભાગ લેવું એક કાર્યકર્તાને મોંઘુ પડ્યું છે. રેલીમાં ભાગ લેવા બદલ 50 લાખ રૂપિયા ની નોટીસ મુંબઈ પોલીસે ફટકારી છે. વાત જાણે એમ છે કે દિલ્હીની જે.એન.યુ ના વિદ્યાર્થીઓ પર 6 જાન્યુઆરીના દિને થયેલા હુમલા બાદ, મુંબઈમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન હુતાત્મા ચોક થી ગેટવે ઓફ ઇન્ડિયા સુધી કાઢવામાં આવ્યું હતું. આ જ રેલીમાં ભાગ લેવા બદલ કાર્યકર્તા ને 50 લાખ રૂપિયાની સ્યોરીટી માટેની નોટિસ ફટકારવામાં આવી છે. પોલીસે નોંધેલી એફઆઇઆરમાં અઢીસો અજાણી વ્યક્તિઓના નામ છે જેમાંથી 31 લોકોને પોલીસે ઓળખી કાઢ્યા છે.. 

કુર્લાના આ રહેવાસીને સાત દિવસની અંદર હાજર રહેવા જણાવ્યું છે. સાલ્વેના વકીલે કહ્યું છે કે, તેઓ નોટિસનો જવાબ આપશે અને ત્યારબાદ તેને બોમ્બે હાઈકોર્ટમાં પડકારશે.. તેમનું કહેવું છે કે ''આવી કાર્યવાહી ફક્ત ટ્રાફિકમાં વિક્ષેપ ઉભો કરવા બદલ કરવામાં આવે છે. પરંતુ તે લોકોએ શાંતિપૂર્ણ વિરોધ હતો.  આ વ્યક્તિ એક સામાજિક કાર્યકર છે, એક સામાન્ય કોલેજનો વિદ્યાર્થી છે. ન તો તેની પાસે કોઈ શસ્ત્ર હતું અને ન તે રાષ્ટ્ર અથવા કોઈ વિશેષ ધર્મ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહી હતી." 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જે ને દંડ થયો છે એ  મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરે તો તેની ક્ષમતા પ્રમાણે રકમ ઘટાડી શકાય છે. પોલીસે અગાઉ કહ્યું હતું કે દક્ષિણ મુંબઈમાં વિરોધ માટે સૂચિત વિસ્તાર 'આઝાદ મેદાન' છે અને વિરોધીઓ ગેરકાયદેસર રીતે હુતાત્મા ચોકમાં ભેગા થયા હતા. એફઆઈઆર ભારતીય દંડ સંહિતાની કલમ 141 (ગેરકાયદેસર એસેમ્બલી), 143 (ગેરકાયદેસર વિધાનસભાની સજા) અને 341 (ગેરકાયદેસર સંયમ માટે સજા) હેઠળ નોંધવામાં આવી હતી. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version