News Continuous Bureau | Mumbai

Job Fair 2025 : વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ક્લસ્ટર લેવલ મેગા જોબ ફેર યોજાયો; મેળામાં 30 કંપની/એકમો દ્વારા 630 ઉમેદવારોની કરાઈ પસંદગી

Job Fair 2025 : વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સયુંકત ઉપક્રમે VNSGU ના શ્રીમદ્દ રાજચંદ્ર હોલમાં ક્લસ્ટર લેવલ મેગા જોબ ફેર યોજાયો હતો. મેગા જોબફેરમાં વિવિધ સેક્ટરની ૩૦ કંપનીઓમાં એલ.&ટી, ગીન્ઝા ઇન્ડિયા લિ., શાહલોન સિલ્ક મિલ ઇ.લિ., નવજીવન ટ્રકસ એન્ડ બસીસ, કિરણ મોટર્સ લિ., જે.બી.જી.ઓર્ગેનાઈઝેશન પ્રા.લિ., ધ્રુવ મોટર્સ, શ્રીનાથ ગ્રુપ્સ, આઈ.એસ એન્જિનીયર વગેરે પ્રતિષ્ઠિત કંપનીઓ ઉપસ્થિત રહી હતી.

News Continuous Bureau | Mumbai

Job Fair 2025 :

Join Our WhatsApp Channel

 રોજગાર કચેરી(સુરત અને તાપી) તેમજ વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સયુંકત ઉપક્રમે VNSGU ના શ્રીમદ્દ રાજચંદ્ર હોલમાં ક્લસ્ટર લેવલ મેગા જોબ ફેર યોજાયો હતો. જેને વિવિધ કંપનીઓ-સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.એન.ચાવડાએ ખૂલ્લો મૂક્યો હતો. જોબ ફેરમાં ૩૦ કંપની/એકમો દ્વારા ૬૩૦ ઉમેદવારોની પસંદગી થઇ હતી.

Job Fair 2025 Veer Narmad South Gujarat University Organized Employment Recruitment

               મેગા જોબફેરમાં વિવિધ સેક્ટરની ૩૦ કંપનીઓમાં એલ.&ટી, ગીન્ઝા ઇન્ડિયા લિ., શાહલોન સિલ્ક મિલ ઇ.લિ., નવજીવન ટ્રકસ એન્ડ બસીસ, કિરણ મોટર્સ લિ., જે.બી.જી.ઓર્ગેનાઈઝેશન પ્રા.લિ., ધ્રુવ મોટર્સ, શ્રીનાથ ગ્રુપ્સ, આઈ.એસ એન્જિનીયર વગેરે  પ્રતિષ્ઠિત  કંપનીઓ ઉપસ્થિત રહી હતી. સ્નાતક અને અનુસ્નાતક બી.બી.એ, એમ.બી.એ, બી.એસ.સી.,એમ.એસ.સી, બી.સી.એ, એમ.કોમ, એમ.બી.એ., બી.એડ, એમ.એસ.ડબ્લ્યુ, બી.ઈ. ફાર્મસી, આઈ.ટી.આઈ. જેવી લાયકાત ધરાવતા કુલ-૧૦૬૨ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાયા હતા. જે પૈકી કંપનીઓની ૮૨૮ વેકેન્સી સામે ૬૩૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ હતી. આ પસંદગીમાં ૮  લાખ સુધીના વાર્ષિક પેકેજની ઓફર કરાઈ હતી. કંપનીઓ ટેકનિકલ અને અનુભવી જગ્યાઓ માટે પસંદગી પામેલા ઉમેદવારોને બીજા તબક્કાનાં ઈન્ટરવ્યું માટે કંપની ખાતે બોલાવાશે.

      આ ઉપરાંત, આગામી દિવસોમાં રોજગાર કચેરી-સુરત દ્વારા યુનિવર્સિટીના સહયોગમાં ભરતી મેળા પૂર્વે વિવિધ વિષયે રોજગારલક્ષી માર્ગદર્શન અને તાલીમ/સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાશે.    

આ સમાચાર પણ વાંચો :  Mission Mangalam Yojana : શૂન્યમાંથી સર્જન… જામનગર માં સખીમંડળની મહિલાઓ મિશન મંગલમ યોજના અંતર્ગત હેન્ડીક્રાફ્ટસ અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવી આર્થિક સદ્ધર બન્યા

       એન.સી.એસ. સેન્ટર ફોર એસ.સી/એસ.ટી.,સુરત સહયોગી સંસ્થા તરીકે જોડાઈ હતી આ પ્રસંગે મદદનીશ નિયામક(રોજગાર) પારૂલબેન પટેલ, સંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત સી.એ. પ્રકાશ કપોરીયા, ડૉ.અંકિતા મુલાણી, કોમલબેન સાવલિયા, તરૂણ મિશ્રા, યુનિ.ના પ્લેસમેન્ટ ઓફિસર દર્શનભાઈ પુરોહિત, નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસ.સી/એસ.ટી.-સુરતના અધિકારી ડૉ.અમનદીપસિંગ, રોજગાર કચેરી(સુરત/તાપી)ના બિપીનભાઈ માંગુકિયા અને વિનોદભાઈ મરાઠે તેમજ મોટી સંખ્યામાં રોજગારવાંચ્છું ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.   

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
Kalyan Abandoned Newborn કલ્યાણમાં કાળજું કંપાવતી ઘટના કચરાપેટીમાંથી મળી આવી ૬ દિવસની માસૂમ નવજાત બાળકી, પરિસરમાં ભારે અરેરાટી
Indian Street Food in Tokyo જાપાનમાં ગુંજ્યું પટનાના ‘જગ્ગુ ઢાબા’નું નામ, ટોક્યોમાં ભારતીય સ્ટ્રીટ ફૂડનો જાદુ.
Maharashtra Politics NDA Operation મહારાષ્ટ્રમાં ફરી મોટા રાજકીય ભૂકંપના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધશે, NDA રચી રહ્યું છે નવી વ્યુહરચના
Exit mobile version