ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 ઓક્ટોબર, 2021.
મંગળવાર.
ભારત તરફથી 94માં ઓસ્કાર એવોર્ડ માટે સત્તાવાર મોકલવામાં આવેલી સરદાર ઉધમસિંહ ફિલ્મને જયુરીએ નકારી દીધી છે. વિકી કૌશલ અભિનિત સરદાર ઉધમસિંહને ઓસ્કારમાં એન્ટ્રી નહીં મળતા બોલીવુડ સહિત ભારતીય ફિલ્મચાહકોને જબરો ધકકો લાગ્યો છે. આ જ્યુરીનો ભાગ રહેલા ઈન્દ્રદીપ દાસગુપ્તાના જણાવ્યા મુજબ સરદાર ઉધમસિંહ ફિલ્મમાં બ્રિટિશરો પ્રત્યે નફરત બતાવવામાં આવી છે, જે વાત જ્યુરીમાં રહેલા અમુક લોકો પચાવી શકયા નહોતા. આ ફિલ્મને પૂરી નિષ્ઠા સાથે બનાવવામાં આવી હતી. પરંતુ ફિલ્મને નફરત સાથે જોડીને ઓસ્કારમાં એન્ટ્રી ન આપી તે ખેદજનક બાબત છે.
હેં! સરદાર ઉધમ સિંહ ફિલ્મની એન્ટ્રી આ કારણથી ઓસ્કારમાં રીજેક્ટ કરવામાં આવી.. જાણો વિગત…
