દિલ્હી કેસમાં નવા CCTV ફૂટેજ આવ્યા સામે, નવા વર્ષની પાર્ટી પછી યુવતી સાથે હતી તેની મિત્ર પણ.. જુઓ વિડીયો

Kanjhawala accident: CCTV footage shows victim leaving with another girlmosquitoes.

દિલ્હી કેસમાં નવા CCTV ફૂટેજ આવ્યા સામે, નવા વર્ષની પાર્ટી પછી યુવતી સાથે હતી તેની મિત્ર પણ.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં એક દર્દનાક અકસ્માતનો ( Kanjhawala accident ) ભોગ બનેલા યુવતીનો વધુ એક સીસીટીવી ફૂટેજ ( CCTV footage ) સામે આવ્યા છે. આ ફૂટેજમાં યુવતી 31 ડિસેમ્બરની રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ હોટલમાંથી બહાર આવે છે. આ પછી તે તેના મિત્ર સાથે સ્કૂટી પર નીકળી જાય છે. આ કેસની તપાસમાં વધુ એક નવો વળાંક આવતો દેખાઈ રહ્યો છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ તપાસમાં સામે આવ્યું છે કે સેક્ટર-24 રોહિણી સ્થિત દિવાન પેલેસ હોટલમાં યુવતી અને તેના પાર્ટનર દ્વારા એક રૂમ બુક કરવામાં આવ્યો હતો. અહીં બે યુવતીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આના પર હોટલ પ્રશાસને તેમને બહાર કાઢી મૂક્યા હતા. હોટલની બહાર પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન હોટલની બહાર હાજર કેટલાક લોકોએ બંનેને સમજાવ્યા પણ હતા. આ પછી જ છોકરીઓ સ્કૂટી પર સાથે જતી જોવા મળે છે. હવે પોલીસ તે યુવતીના સંપર્કમાં છે અને શક્ય તેટલું જલ્દી તેનું નિવેદન નોંધશે.

આ સમાચાર પણ વાંચો :  ઠંડીમાં ઠૂઠવાયુ મહારાષ્‍ટ્ર, મુંબઇમાં માથેરાન જેવી ફૂલગુલાબી ઠંડી.. તાપમાનમાં નોંધાયો ઘટાડો

Exit mobile version